CU માં ૪ સહિત૧૭ કામદારો હજુ સારવાર હેઠળ
કંપની દ્વારા મૃતક ના પરિજનો ને રૂ.૧૫ લાખના વળતરની જાહેરાત
ડી પ્લાન્ટ સંપૂર્ણ બળી ને કાટમાળમાં તબદીલ
સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડના ઉત્પાદન વેળા રીએક્ટરમાં સર્જાયેલી ક્ષતિથી બની હોવાની વિગતો હાલ બહાર આવી છે
જીપીસીબી,ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ હવે ઘટનાના તારણો અને કારણો જાણવા ઝીણવટ ભરી તપાસ આરંભીવાગરા,
દહેજ ઉદ્યોગનગરીમાં આવેલ ભારત રસાયણ કંપનીમાં મંગળવારે અચાનક ભયાનક બ્લાસ્ટ અને આગની હોનારતમાં ઘવાયેલા ૩૦ થી વધુ કામદારો પૈકી બે કામદારોના મોત નિપજ્યા હતા.બોઇલર બ્લાસ્ટને પગલે નહિ પણ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડના ઉત્પાદન વેળા રીએક્ટરમાં સર્જાયેલી ક્ષતિથી બની હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે.મૃતકો ના પરિવાર ને કંપની સત્તાધીશોએ ૧૫ લાખ રૂપિયા નું વળતર ની જાહેરાત કરી હતી. ભારત રસાયણ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં ઇજાગ્રસ્તો માં સુધાંશું શેખર વામન, રહે. કોસમડી,અંકલેશ્વર તેમજ કુંદન કુમાર ઝા નું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થતા મૃતકોના પરિજનોને કંપની એ રૂ. ૧૫ લાખનું વળતર આપવાની હાલ જાહેરાત કરી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્તોનો પગાર ચાલુ રાખી તમામ ખર્ચ પણ કંપનીએ વહન કરવાની જાહેરાત કરી છે.વહીવટી તંત્ર દ્વારા હાલતો કંપની સામે પ્રોહીબીટરી ઓર્ડર એટલે કે કારખાનું બંધ કરવા સાથે ઉત્પાદન પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લગાવી ઇજાગ્રસ્તોના નિવેદનો લઈ તપાસ ચલાવાઇ રહી છે.
અત્રે નોંધનીય છે કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઉત્પાદનની પ્રક્રિયા પર પ્રતિબંધ લાદયો છે.જો કે મેજર બ્લાસ્ટ અને વિકરાળ આગમાં મંગળવારે કુલ ૩૬ કામદારો ઘવાયા હતા.જેમાંથી ૭ ને ઓ.પી.ડી માં જ સારવાર બાદ રજા અપાઈ હતી,હજી પણ ૪ આઈ.સી.યુ. માં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ભારત રસાયણ કંપની ની આગ દુર્ઘટનામાં કુલ ૩૬ કામદારોને ઇજા થઇ હતી.જેઓને ૮ થી વધુ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ અને ગંભીર ઘવાયેલાઓને વડોદરા ખાતે સારવાર માટે શિફ્ટ કરાયા હતા.વિવિધ કંપનીઓ,જીઆઇડીસીના ૧૦ થી વધુ ફાયર ટેન્ડરોએ ત્રણ કલાકથી વધુની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.જે બાદ કુલિંગની કામગીરી ચાલુ રહી હતી.દરમિયાન પ્લાન્ટ સંપૂર્ણ બળી ને કાટમાળમાં તબદીલ થઈ ગયો હતો.ઘટના અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. જીપીસીબી,ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ હવે ઘટનાના તારણો અને કારણો જાણવા ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે.ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિપક વસાવાએ જણાવ્યુ હતુ કે,ઘટના બોઇલર ફાટવાથી બની હોવાનું સામે આવ્યુ નથી.પ્લાન્ટમાં સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે રીએક્ટરમાં ખામી સર્જાતા બ્લાસ્ટ અને ત્યારબાદ આગ લાગી હતી.મંગળવારે સાંજે જ ઓછી ઇજા અને દાઝેલા ૭ કામદારોને ઓ.પી.ડી માં સારવાર આપી રજા અપાઈ હતી.જ્યારે વડોદરામાં મંગળવારે રાતે એક અને ભરૂચમાં બુધવારે એક મળી કુલ બે કામદારોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલ ૨૭ કામદારો સારવાર હેઠળ છે.જે પૈકી ૪ હજી આઈ.સી.યુ માં છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી દહેજ