Satya Tv News

ભરૂચ યાત્રાધામ કબીરવડના વિકાસની સરકારને ચૂંટણી ટાણે જ આવી યાદ,

શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસન ધામના વિકાસને લાગેલું ગ્રહણ

કેન્દ્ર અને ગુજરાત સરકારે ધામના વિકાસ માટે ફાળવ્યા હતા રૂપિયા 50 કરોડ

દસ વર્ષ પહેલાં થયું હતું ખાતમુહૂર્ત

અંગારેશ્વર પંચાયતે મુખ્યમંત્રીને પત્ર લખી વિકાસ કાર્ય શરૂ કરવાની માંગ ઉઠાવ

ભરૂચ જિલ્લા ના અંગારેશ્વર ગ્રામ પંચાયતે પ્રવાસન ધામ તરીકે શુકલતીર્થ, કબીરવડ અને અંગરેશ્વરના વિકાસને લાગેલા ગ્રહણનો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રવાસન ધામ વિકાસનું ખાતમુહૂર્ત કર્યાનો દસ વર્ષ થયાં હોવા છતાં કોઈ કામગીરી થઈ ન હોવાની ફરિયાદ અંગરેશ્વરના સરપંચ શકુબેન વસાવા અને ડે. સરપંચ મહેશભાઈ વણકરે ઉઠાવી મુખ્યમંત્રીને પત્ર લખતા પ્રવાસન ધામનો પ્રશ્ન ચર્ચાની એરણે ચડયો છે.

શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વર ભરૂચ જિલ્લામાં એક માત્ર ફરવા લાયક ધાર્મિક સ્થળ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પ્રવાસી અને યાત્રાળુઓ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. સરકારે આ સ્થળોનું ધાર્મિક અને ભૌગોલિક મહત્વ સમજી તેનો પ્રવાસનધામમાં સમાવેશ કર્યો હતો. પ્રવાસનધામ તરીકે વિકાસ કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારે વર્ષ 2011-12 માં રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ જ વર્ષમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી સુબોધકાન્ત સહાયના હસ્તે પ્રવાસનધામ વિકાસ માટે ખાત મુહૂર્ત કરાયું હતું. જોકે ખાત મુહૂર્ત કર્યા બાદ કાર્ય આગળ વધ્યું ન હતું. પ્રવાસન ધામ વિકાસના ઘોડા માત્ર બજેટના સમયે કાગળ પર દોડતા રહ્યા. સ્થળ પર વિકાસના નામે એક ઈંટ પણ ન મુકાતા આ પંથકના લોકોમાં રોષ ઉભો થયો હતો. લોકોએ અનેક વખત દેખાવો અને આંદોલન કરી તંત્ર અને સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી. આમ છતાં પ્રવાસનધામ વિકાસની ફાઇલ પર ચઢેલી ધૂળ સાફ થઈ ન હતી. જેના પગલે રૂપિયા 50 કરોડની શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસનધામ તરીકે વિકાસ કરવાની યોજનાને ગ્રહણ લાગ્યું હતું. પ્રવાસન ધામ વિકાસ ખાતમુહૂર્તને 10 વર્ષ થઈ ગયા પણ ખરેખર વિકાસની કામગીરી થઈ ન હતી.

છેલ્લા 11 વર્ષમાં કેટલાય સર્વે, જાહેરાત, પ્રોટેક્શન વોલની કામગીરી, વોટર સ્પોર્ટ્સ, રોપ વે, બોટીંગ સહિતનું આયોજન કરવામાં આવનાર હતું. જોકે
હજી સુધી અંગારેશ્વર, મંગલેશ્વર, કબીરવડ ખાતે ધોવાણને અટકાવવા પ્રોટેક્શન વોલની કામગીરી જ પૂર્ણ કરવામાં આવી નથી. ત્યારે આ ચાર યાત્રાધામને
પ્રવાસન હેઠળ વિકસાવવાની કામગીરીની ગાડી હજીઉપડી શકી જ નથી. હવે વિધાનસભાની ચૂંટણીનાગણતરીના મહિનાઓ વચ્ચે કેવી રીતે અને ક્યારે
વિકાસ કામગીરી શરૂ કરાઇ છે તે ગ્રામજનો અને જિલ્લાની પ્રજામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

યાત્રાધામને વિકસાવવા ઝડપથી કામગીરી હાથ ધરાશે રાજ્યની ભાજપા સરકાર દ્વારા યાત્રાધામોને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને નર્મદા નદી કીનારે આવેલા કબીરવડ હોય કે શુક્લતિર્થતેના વિકાસ માટે હંમેશા આગળ આવ્યા છે. નર્મદા પરિક્રમાએ આવતા શ્રદ્ધાળુઓ માટે પણ વિવિધ સ્થળે સુવિધા ઉભી કરાઇ છે. છેલ્લી બે ટર્મથી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને બીટીપીનું શાસન હતું ત્યારે આ પ્રવાસન ધામો વિકાસથી વંચીત રહ્યા છે. જેનોભાજપના શાસનમાં ઝડપી વિકાસ થશે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: