મથુરા કોર્ટે આજે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં ટ્રાયલ ચાલશે. મથુરા કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદની સામે કેસ દાખલ કરવા મંજૂરી આપી દીધી છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં શાહી ઇદગાહમાં ASI સર્વેની માંગ કરવામાં આવી છે. હિન્દુ પક્ષ મનીષ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં આ માટે અરજી આપી છે. અરજીમાં શાહી ઇદગાહને વાસ્તવિક ગર્ભગૃહ ગણાવી ત્યાં ASI સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે વિવાદિત સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી 1 જુલાઈના રોજ થશે.
મનીષ યાદવે શાહી ઈદગાહના સર્વેની માંગ કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટ આ મામલે 1 જુલાઈએ સુનાવણી કરશે. મનીષ યાદવ દાવો કરે છે કે તે ભગવાન કૃષ્ણના વંશજ છે. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે કોઇ એડવોકેટ કમિશનરની નિમણૂંક કરીને શાહી ઇદગાહની વીડિયોગ્રાફી કરવામાં આવે અને રિપોર્ટ માંગવામાં આવે.