કિડનીમાં એક પથરીની પણ જીવન હરામ કરી મૂકવા પૂરતી છે, એક પથરી પણ અસહ્ય દુખાવો પેદા કરે છે અને દર્દીનું જીવન ત્રાહિમામ કરી મૂકે છે. પરંતુ કોઈ વ્યક્તિની કિડનીમાં એક બે નહીં પરંતુ જથ્થાબંધ પથરી હોય ત્યારે તે દર્દીની કેવી હાલત થાય તેની જરા કલ્પના કરો. પરંતુ હૈદરાબાદના એક શખ્સના શરીરમાંથી એક નહીં પરંતુ 206 પથરી ડોક્ટરોએ ઓપરેશન કરીને બહાર કાઢી હતી.
તેંલગાણાના હૈદરાબાદના રહેવાશી વીરમલ્લા રામલક્ષ્મૈયા નામના 56 વર્ષીય વ્યક્તિ છેલ્લા એક મહિનાથી પથરીની દવા ખાતા હતા તેમ છતાં પણ તેમને દુખાવો મટતો અને દિનપ્રતિદિન દુખાવો વધતો રહ્યો હતો. પરંતુ હવે 56 વર્ષીય વીરમલ્લા રામલક્ષ્મૈયાને ડોક્ટરોના પ્રયાસથી છ મહિનાની દર્દનાક પીડામાંથી મુક્તિ મળી છે.1 કલાકનું ઓપરેશન કરીને ડોક્ટરોએ 206 પથરી બહાર કાઢી ડોક્ટરોએ એક કલાકની લાંબી સર્જરી બાદ કિડનીમાંથી 206 પથરી બહાર કાઢી છે.અવેર ગ્લેનિગલ્સ ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરોએ નાલગોંડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મીમૈયાની કિડનીમાંથી પથરી કીહોલ સર્જરી દ્વારા કાઢી હતી.દર્દી લાંબા સમયથી સ્થાનિક ડોક્ટર પાસેથી દવા લઈ રહ્યો હતો પરંતુ લાંબા સમયથી સ્થાનિક ડોક્ટર પાસે દવા લઈ રહ્યો હતો. તેને રાહત ન થઈ. સતત દુખાવાને કારણે દર્દીના રોજિંદા કામકાજ પર અસર પડતી હતી અને આખરે તેને અવેર ગ્લેનિગલ્સ ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેનું ઓપેરશન કર્યું હતું. કિડનીની ડાબી બાજુએ પથરી હોવાનું અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં દેખાયું હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડો.પૂલા નવીન કુમારે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં કિડનીની ડાબી બાજુએ પથરી હોવાનું બહાર આવ્યું છે. બાદમાં અન્ય એક ટેસ્ટ સીટી કુબ સ્કેનમાં પણ પથરી હોવાની પુષ્ટિ થઇ હતી.ડોક્ટરે જણાવ્યું હતું કે, દર્દીને કાઉન્સેલીંગ કરીને એક કલાક સુધી કીહોલ સર્જરી માટે તૈયાર કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ પથરી કાઢી નાખવામાં આવી હતી. કિડનીમાંથી પથરી કાઢી લેતા દર્દી સંપૂર્ણ સાજો થયો ઓપરેશનનો ભાગ રહેલા ડો.નવીને જણાવ્યું હતું કે કિડનીમાંથી પથરી કાઢી લેવામાં આવ્યાં બાદ તે સંપૂર્ણપણે સાજો થઈ ગયો હતો. બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, ઉનાળામાં તાપમાન વધારે હોવાથી લોકોમાં ડિહાઇડ્રેશનના કેસ વધી જાય છે. જેના કારણે કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે. ડોકટરોએ લોકોને પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે વધુને વધુ પાણી અને નાળિયેર પાણીનું સેવન કરવાની સલાહ આપી છે.