- CBIની ટીમ લાલુના પટનામાં સહિત 17 અલગ- અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.
ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. તેમની સાથે તેમની પુત્રી પણ CBI કાર્યવાહીની ઝપેટમાં આવી છે. હકીકતમાં CBIએ લાલૂ અને તેમની પુત્રી વિરૂદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા CBIની ટીમ લાલુના પટનામાં (હાલમાં રાબડી નિવાસસ્થાન) સહિત 17 અલગ- અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.
તમને જણાવી દઈએ કે, ઘાસચારા કૌભાંડના ડોરંડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન બાદ તેમણે થોડા દિવસો સુધી એમ્સમાં તેમની સારવાર કરાવી હતી. ત્યારબાદ તે તેમની મોટી પુત્રી મીસા ભારતીના ઘરે છે. જાણવા મળ્યું છે કે, સુનવણી પહેલા જ લાલૂ યાદવની તબીયત બગડવાના કારણે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી એમ્સ ખાતે લાવવામાં આવ્યા હતા.
જોકે, તે જ સમયે ઘણો ડ્રામા થયો હતો. એમ્સના ડોક્ટરોએ તપાસ બાદ તેઓ નોર્મલ છે એવું કહીને રાંચીના રિમ્સ ખાતે સારવાર કરાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેઓ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ અચાનક તેમની તબિયત બગડી હતી જેના બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.