Satya Tv News

વર્ષ 1995થી 2500 મે. ટન પ્રતિ દિવસની પિલાણ સાથે શરૂ થયેલ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. પંડવાઈ દ્વારા વર્ષ 1998 થી મારા ચેરમેન પદે ઉત્તરોત્તર શેરડીનું પિલાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધુ 7,54, 344 મે. ટન શેરડીનું પિલાણ કરેલ છે. હોળી બાદ શેરડી કાપણી કરતા શ્રમિકોની અછત હોવા છતાં “ટીમ પંડવાઈ સુગર” – વ્યવસ્થાપક સમિતિના સભ્યઓ,સભાસદઓ, અધિકારીઓ, કર્મચારીઓના સતત પ્રયતન થકી પિલાણ સીઝન 2021-22 પૂર્ણ કરેલ છે તે બદલ સૌનો આભાર વ્યકત કરી શુભકામનાઓ પાઠવું છું.

આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અને અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમખ અરવિંદભાઈ પટેલ, ડિરેક્ટર રમેશભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અમૃતલાલ પટેલ, અધિકારીઓ, કર્મચારીઓ, સભાસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જગતના તાત આત્મનિર્ભર બને તેમજ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તથા આર્થિક સમૃધ્ધિ થી સમરસ ગ્રામ વિકાસનું સ્વપ્ન સાકાર કરવાના મકકમ નિર્ધાર સાથે ખેડૂતોની આવકને બમણી કરવાના ધ્યેય સાથે કાર્યરત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની અનેક અમલિત કિસાનલક્ષી યોજનાઓથી ખેડૂતોના સુખનો સૂર્યોદય થયો છે, અન્નદાતા આર્થિક સમૃદ્ધ બન્યો છે અને સામાજીક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

error: