Satya Tv News

ભારતમાંથી ઘઉં લઈને બાંગ્લાદેશ જઈ રહેલુ માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે માલવાહક જહાજ બંગાળની ખાડી પાર કરતા મેઘના નદીમાં હતું. અહીં પાણીના ભારે મોજાની વચ્ચે તટિય બંધ સાથે ટકરાતા જહાજમાં તિરાડ પડી ગઈ હતી અને જહાજ પાણીમાં ઘુસી ગયું હતું. આ માલવાહક જહાજ 1600 ટન ઘઉ લઈને નારાયણગંજ નદી પોર્ટ તરફ જઈ રહ્યું હતું. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, માલવાહક જહાજ મંગળવારે ચટોગ્રામ પોર્ટના બહારના વિસ્તારમાં એક મોટા જહાજથી માલ લાદીને બહારના વિસ્તાર નારાયણગંજ નદી પોર્ટ તરફ જઈ રહ્યું હતું. અહીંથી ઘઉંને એક પ્રાઈવેટ લોટ બનાવતી ફેક્ટ્રીમાં પહોંચાડવાના હતા. બાંગ્લાદેશના પરિવહન પ્રકોષ્ઠના સંયુક્ત સચિવ અતાઉલ કબીરે જણાવ્યું હતું કે, બધાં ઘઉં પાણીમાં ડૂબી ગયા છે. આ ઘઉં હવે પાછા મળે તેવી કોઈ આશા નથી.

અહીં ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, જહાજ સમગ્રપણે ડૂબ્યું નહોતું તે તટીય જિલ્લા લક્ષ્મીપુરના તિલાર ચાર વિસ્તારમાં એક સમુદ્ર તટ પર પહોંચી ગયું હતું.

જહાજના શિપિંગ એજન્ટે જણાવ્યું હતું કે, એક તટબંધની ચપેટમાં આવ્યા બાદ જહાજની સામે હૈચમાં એક તિરાડ પડી ગઈ હતી. જેને લઈને જહાજમાં ભારે માત્રામાં પાણી ઘુસી ગયું અને જહાજ માલ સાથે પાણીમાં ડૂબાઈ ગયું. કાર્ગોના અધિકારીઓએ માલની કિંમત વિે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘઉંની કિંમત લગભગ 66.4 મિલિયન ટકા (7,58,280.70 અમેરિકી ડોલર ) હતી.

બાંગ્લાદેશના ખાદ્યમંત્રી સાધના ચંદ્ર મજૂમદારે કહ્યું કે, એક ખાનગી બાંગ્લાદેશી કંપની ભઆરતમાંથી ઘઉં આયાત કરી રહી હતી. તેમણે કહ્યું કે, સંબંધિત અધિકારીઓએ તેમને આ ઘટના માટે તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, સ્વાભાવિક રીતે આ એક સાધારણ દુર્ઘટના છે. પણ અમે સંબંધિત અધિકારીઓને તપાસ માટે કહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઘરેલૂ કિંમતોને કાબૂમાં કરવા માટે ભારત સરકારે ઘઉંની નિકાસ પર લગાવેલા પ્રતિબંધોથી ભારતીય ઘઉં પર નિર્ભર દેશોમાં ઘઉંની કમી અને કિમતોમાં વધારાની આશંકા દેખાઈ રહી છે. જો કે, મજૂમદારે કહ્યું કે, ભારતીય પ્રતિબંધ બાંગ્લાદેશ પર લાગૂ નથી થતાં. તેમણે કહ્યું કે, એટલા માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વાણિજ્ય મંત્રી ટીપૂ મુંશીએ પહેલા પણ અફવાઓને ફગાદી દીધી હતી કે, ઘઉંની નિકાસ પર ભારતના પ્રતિબંધથી બાંગ્લાદેશ પ્રભાવિત થશે. તેમણે કહ્યું કે, ઘઉંના હાલના સ્ટોકને સ્થાનિક બજારમાં માગને પુરી કરવા માટે પુરતો સ્ટોક છે.

error: