Satya Tv News

યુવાનનુંકરજણ નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત.

નાંદોદ તાલુકાના માંડણ ગામના કિનારા તરફ કરજણડેમના ઉડાપાણીમાં નાવડી ડૂબી જતા નાવડીમાં બેસેલ યુવાન કરજણ નદીના ઊંડા પાણીમા ડૂબી જતા પાનોલીના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત અનુસાર મરનાર સુનિલભાઇ બાબુભાઇવસાવા( રહે.પાનોલી અસરફનગર તા.અંકલેશ્વરજી.ભરૂચ) કરજણ નદીના ઉડા પણીમાં શાહદાડોકડી ગામની સીમમાં આવેલ ટાપુ પરથી પરત માંડણ ગામના કિનારા તરફ જતા હતા.તે વખતે કરજણડેમનાઉડા પાણીમાં અચાનક પાણીમાં પવનના મોજા આવતા પાણી ઉછળતા નાવડી પાણીમાં ડુબી જતા સુનિલભાઇ કરજણડેમના ઉડા પાણીમાં ડુબી જતાતેમનું મોત થયું હતું પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: