Satya Tv News

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં આજે પટિયાલા સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અગાઉ તેણે સુપ્રીમ કોર્ટને રોડ રેજ કેસમાં આત્મસમર્પણ માટે સમય આપવાની વિનંતી કરી હતી. તેના પર જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચે સુનાવણી માટે ચીફ જસ્ટિસ એનવી રમના પાસે જવાનું કહ્યું હતું.

જોકે આજે SCમાં ચીફ જસ્ટિસે કોઈપણ કેસનો ઉલ્લેખ સાંભળવાની ના પાડી દીધી હતી, આવી સ્થિતિમાં સિદ્ધુની અરજી પર આજે સુનાવણી થઈ શકી ન હતી, જેના કારણે તેણે પટિયાલા સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. તે થોડા સમય પહેલા કોર્ટમાં જતા જોવા મળ્યા હતા.

error: