Satya Tv News

ભરૂચ સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયએ યોજયો પુષ્પાંજલિ કાર્યક્રમ

રાજીવ ગાંધી એક મહાન રાજનેતા સાથે ઉમદા માનવી પણ હતા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ સ્વર્ગીય રાજીવ ગાંધીએ દેશ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું તેઓએ માતાના નકશે કદમ પર ચાલી પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું રાજીવ ગાંધીએ દેશના યુવાનોને મતાધિકાર માટે ૧૮ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તેઓએ દેશને વિશ્વની અંદર સ્પેસ ક્ષેત્રે અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નામ વધાર્યું હતું મોબાઈલ ટેકનોલોજીનો પણ સિંહફાળો રાજીવ ગાંધીનો રહ્યો છે. ટૂંકમાં એટલું જ કહેવું રહ્યું કે ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દૂર દેશી નીતિ એ ભારતને એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવવામાં ભુમિકા ભજવી છે રાજીવ ગાંધી એક મહાન રાજનેતા સાથે ઉમદા માનવી પણ હતા જેમની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય રાજીવ ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા શહેર પ્રમુખ તેજપાલ શોકી,નગરપાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠી વાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: