Satya Tv News

હજુ તો ચોમાસુ શરુ થવાને થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા કુદરતે તેનું રોદ્ર સ્વરુપ દેખાડવાનું શરુ કર્યું છે અને સૌથી પહેલા ત્રણ રાજ્યો આસામ, બિહાર અને કર્ણાટક કુદરતી આફતનો ભોગ બન્યા છે.

આસામાં ભારે વરસાદને પગલે ભારે પૂરની ખબર છે. પૂર સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. કછાર, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધી પૂરને કારણે 8 લાખ લોકો બેઘર થયાના અહેવાલ છે. 500 પરિવારો રેલવે ટ્રેક પર જીવન વીતાવવા મજબૂર બન્યા છે.

બિહારમાં ભારે વરસાદ, વીજળી પડતા 33 લોકોના મોત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને લખ્યું, “રાજ્યના 16 જિલ્લામાં વાવાઝોડા અને વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.” તેમણે લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી હતી.” મુખ્યમંત્રીએ કહ્યું કે, “ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો.” સીએમે કહ્યું કે, તેમણે રાજ્યને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સૂચિબદ્ધ પગલાઓનું પાલન કરવા વિનંતી કરી છે.

error: