Satya Tv News

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી સક્રિય હોવાથી ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં સહિત સમગ્ર રાજ્યના આકાશમાં વાદળ ઘેરાયા હતાં. અને સુરત,વલસાડ જેતપુર સહિત સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી હળવો વરસાદ પડ્યો હતો. 

સુરત શહેરમાં રવિવારે સાંજ પછી હિલ સ્ટેશન જેવું વાતાવરણ થઈ ગયું હતું. આખો દિવસ ભારે પવનો ફુંકાયા બાદ મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા મળ્યાં હતાં. તેમજ શહેરના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. જેના કારણે શહેરના રસ્તાઓ ભીના થઈ ગયાં હતાં. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વહેલી સવારથી શહેરી વિસ્તારમાં ઝાપટા પડ્યાં હતાં. જેને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને લઈને કાળઝાળ ગરમીમાં બફાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને સમગ્ર રાજ્યના વાતવરણમાં ભારે બદલાવ આવ્યો છે. ત્યારે જેતપુર આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. વાદળ છાયું વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયા સૌ કોઈે કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી બનાસકાંઠામાં હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસોથી વાતાવરણમાં નાટ્યાત્મક રીતે બદલાવ આવતાં દિવસ દરમિયા ભારે પવન ફૂંકાયાં હતાં. આમ બનાસકાંઠાના આકાશમાં એકા એક વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શેહર સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવીટિનો પ્રારંભ થઈ ગયો છે. આમ રવિવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. હજુ પણ અગામી 48 કલાક સુધી ભારે પવન ફૂંકાવાની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી.

error: