૧૪ દિવસની ફર્લો રજા ઉપર મુક્ત થયેલ કેદીની રજા પુર્ણ થવા છતાં હાજર ન થતા કાર્યવાહી
તિલકવાડા તાલુકાના સિંધીયાપુરા ગામનો મધ્યસ્થ જેલ વડોદરા ખાતેકેદી સજા ભોગવતો હતો. તે ૧૪ દિવસની ફર્લો રજા ઉપરથી મુક્ત થયેલ કેદીની
રજા પુર્ણ થવા છતાં હાજર નફરાર થઇ ગયો હતો.તેની સામે કાયદેસરની કાર્યવાહીહાથ ધરવામા આવી છે
બનાવની વિગત અનુસાર પાકા કેદી નંબર ૭૯૬૩૬ જયંતીભાઈ દલસુખભાઈ ઊર્ફે દલુભાઈ નાયકા (રહે સિંધીયાપુરા તા.તિલકવાડા
જી.નર્મદા)મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સજા ભોગવતો હતો. જે તા.૧૧/૦૪/૨૦૨૨ના દિન ૧૪ ની ફર્લો રજા ઉપર મુક્ત કરેલ.જે કેદીનીરજા પુર્ણ થતા તા.૨૬/૦૪/૨૦૨૨ ના રોજ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર થવાનુ હતુ.પરંતુ તે હાજર નહી થતા ફરાર થઇગયો હતો.આ બાબતે નાયબ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના લેખીત ફરીયાદ આધારે રાવપુરા પોલીસ સ્ટેશનમા પ્રિઝન્સ એક્ટની કલમ ૫૧(૧),૫૧(બી) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. અને નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૨ વડૉદરા શહેરને યાદી લખતતેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તિલકવાડા પોલીસ મથકે દાખલ થવા મોકલી આપી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા