વારાણસીમાં આવેલા ગંગા નદીમાં સોમવારે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, ગંગા નદીના પ્રભુ ઘાટ પર હોળી પલ્ટી જતાં 6 લોકો ડૂબી ગયા છે. હાલમાં મળેલી વિગતો અનુસાર જોઈએ તો, 4 લોકો ડૂબી ગયા છે. જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
કહેવાય છે કે, અમુક લોકો હોડી પર સવાર થઈને વોટિંગ કરી રહ્યા હતા. તે જ સમયે પાણી ભરાઈ જવાના કારણે હોડી પલ્ટી ગઈ. હોડી પલ્ટી જતાં ચાલકે નદીમાં છલાંગ લગાવીને બે લોકોના જીવ બચાવી લીધા હતા. જ્યારે ચાર લોકોની શોધ હાલમાં ચાલુ છે. સ્થાનિક પોલીસ અને બચાવ કાર્ય માટેના જવાનો આ લોકોને શોધી રહ્યા છે.