જંબુસર ન.પા.પાણી સમયસર નહીં છોડાતાં રહીશો હેરાન પરેશાન
બંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા રહીશો પરેશાન
પાણી મુદ્દે રહીશોએ ભડાશ ઠાલવી
છેલ્લા પંદર દિવસથી બોરના પાણીનો સમય નથી નક્કી
મહિલાઓએ પાણી માટે રાહ જોવી પડે
જંબુસર નગર પાલિકા વિસ્તાર વોર્ડ નંબર સાતના બંટી ફળિયામાં બોરનુ પાણી સમયસર નહીં છોડાતાં રહીશો હેરાન પરેશાન થયા છે.અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી ભડાસ કાઢી હતી
જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન છે જે વણઉકલ્યો છે .શહેરીજનોને અત્યાર સુધી મીઠા પાણી માટે લોલીપોપ તંત્ર દ્વારા આપવામા આવ્યા છે પીવાનું મીઠું પાણી તો ઠીક ઘર વપરાશ માટે બોરનું પાણી પણ પાલિકા તંત્ર દ્વારા સમયસર આપવામાં આવતુ ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.નગરના વોર્ડ નંબર સાત બંટી ફળીયામાં બોરનું પાણી કસમયે આપવામાં આવતું હોય ત્યાંની મહિલાઓ રહીશો હેરાન પરેશાન જોવા મળે છે છેલ્લા પંદર દિવસથી બોરના પાણીનો સમય નક્કી ન હોઈ મહિલાઓએ પાણી માટે રાહ જોવી પડે છે હાલ વેકેશનનો સમય ગાળો હોય દરેક ઘરોમાં જનસંખ્યાનો વધારો હોય છે સમયસર પાણી અને પાણીનો સમય વધારવાની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી બંટી ફળિયાના રહીશો ની વેદનાને વાચા આપવા વોર્ડ નંબર સાત ના સદસ્ય અને કારોબારી અધ્યક્ષ શૈલેષભાઇ પટેલને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે ભુગર્ભ ગટર યોજનાની મોટર બળી ગઈ હોય જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાના બનાવો બનતા હોય તેને લઈ પાલિકા તંત્ર દ્વારા ટંકારી ભાગોળ ભાગલીવાડ અને બંટી ફળીયાના પાણીના સમયમાં ફેરફાર કરેલ છે ભૂગર્ભ ગટર યોજનાની મોટર ચાલુ થયે જે તે વિસ્તારના પાણીનો રેગ્યુલર સમય કરવામાં આવશે
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર