જંબુસરના કારેલી ગામે મોબાઇલમાં આઇપીએલનો સટ્ટો રમતાં 5 ઝડપાયાં
મુખ્ય સૂત્રધારો સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવી રમાડતા હતા સટ્ટો
વેડચ પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
જંબુસરના કારેલી ગામે વેડચ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. ટીમે અલગ અલગ સ્થળેથી 5 શખ્સોને મોબાઇલમાં આઇપીએલ પર સટ્ટો રમતાં ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી કુલ ૪૪ હજારના મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટિલની પ્રોહી જુગાર અંગે પરિણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જંબુસરના માર્ગદર્શન હેઠળ આઇપીએલ ૨૦૨૨ ટી ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર કાલથી સટ્ટાની પ્રવૃત્તિ પર વોચ રાખી કાયદેસની કાર્યવાહી કરવા સુચના અનુસંધાને ગતરોજ જે ડેટ્સ પીએસઆઇ બી આર પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઈને મળેલ બાતમી આધારે અલગ અલગ ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએથી કારેલી ગામે કોઠા વગા વિસ્તારમાં પ્રકાશભાઈ ચંદુભાઈ પરમાર નરેશભાઈ રમેશભાઈ પરમાર કારેલી પંચવટી ફળિયાના નિકુલકુમાર હરમાનભાઈ પરમાર કારેલી આથમણા ભાગના દશરથભાઈ દલસુખભાઈ પઢિયાર ચિરાગ ભાઈ રણજીતભાઈ પરમાર વેડચ જયેશભાઈ ઠાકોરભાઈ જાદવનાઓને ટાટા આઇપીએલની વીસ ઓવરની મેચ પર મોબાઈલમાં ગ્રુપ બનાવી તે ગ્રુપ આધારે ખેલાડીની પસંદગી કરી રનફેર સેશનમાં ટીમની હારજીતના સોદા ઉપર જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા સદર આરોપીઓને બાતમીવાળી જગ્યાએથી પકડી પાડેલ અને તેઓના મોબાઇલ તપાસતાં મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં એક ચાર્ટ આધારે ખેલાડીની વિગત મૂકી ગ્રુપના સભ્યો દ્વારા ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટાના ૧૦૦ તથા ૨૦૦૩ લેખે ચૂકવવામાં આવતા પૈસા ફોનપે એપ્લિકેશન મારફતે પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા જેઓના કુલ છ મોબાઈલ કિંમત રૂ ૪૪,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી છ ગુના રજિસ્ટર કરી વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર