ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જોષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારા ભાજપમાં સામેલો કરવા જઈ રહી છે.ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા.જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે.
આવતીકાલે કેવલ જોષીયારા ભાજપમાં જોડાશે. અરવલ્લીના ભિલોડા ખાતે સી.આર.પાટીલ જોષીયારાનું ભાજપમાં સ્વાગત કરશે. કેવલ જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કરવાના છે. ભાજપમાં જોડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. ભાજપે આ કાર્યક્રમ માટે ભિલોડાની આર.જી.બારોટ કૉલેજ કેમ્પસ ખાતે તૈયારી પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે આદિવાસી વિસ્તારની બેઠકો કબજે કરવા કવાયત શરૂ કરી છે.