એક કિસ્સો આજે સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં ધોરણ.12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને આપઘાતનું કારણ પણ ખરાબ સંગત છે. આ ઘટનામાં પિતાએ પોતાના બાળકની ખરાબ સંગત અંગે ઠપકો આપ્યો હતો. જેણા કારણે દીકરાને માઠું લાગતા તેણે તાપીમાં મોતનો ભૂસકો માર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ચોરી કેસ બાબતે પોલીસે પૂછપરછ માટે દીકરાને બોલાવ્યો હતો. જેણા કારણે પિતાએ ખરાબ સંગતને છોડવાનું કહેતાં માઠું લાગી આવ્યું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રામાં રહેતા જેનીશે તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી. ગત તા.21મીએ જેનીશ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી પડ્યો હતો. ત્યારબાદ રવિવારે તેના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પછી પોલીસે શોધખોળ શરૂ કરી ગતી. તેમાં સોમવારે સવારે કોઈ રસ્તે જઈ રહેલા વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને નાના વરાછા, ચીકુવાડી નવા બ્રિજ નીચે નદીમાં લાશ તણાઈ આવી હોવાનું જણાવ્યું હતું.