મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. તમિલનાડુએ શકમંદોને ક્વોરેન્ટાઇન કરવાની સૂચના જારી કરી છે, તો મુંબઈમાં બીએમસીએ પણ ક્વોરેન્ટાઇન સેન્ટર્સ ઊભા કર્યા છે. આ ઉપરાંત રાજસ્થાને પણ કહ્યું છે કે, શકમંદોના સેમ્પલની તપાસ થવી જોઈએ. વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના નોંધાયેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એનસીડીસી અને આઈસીએમઆરને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. 12 દેશોમાં મંકીપોક્સના 100થી વધુ કેસ સામે આવ્યા છે.