Satya Tv News

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતાં લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડતા ચારેતરફ રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો. સ્ટેજ અને આસપાસની જગ્યામાં નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા.

રીબડામાં લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બીજી તરફ, લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર 20, 100 અને 500 રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

error: