શ્રીલંકાની આર્થિક સ્થિતી એકદમ ખરાબ થઈ રહે છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે. મોઘવારીનો અંદાજો આ વાત પરખી લગાવી શકાય કે, અહીંયા પેટ્રોલ 420 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 400 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. શ્રીલંકાન સરકારનો ખજાનો એકદમ ખાલી થઈ ગયો છે.
ત્યાંની નવી સરકારે મંગળવારે પેટ્રોલ અને કિંમતમાં 24.3 ટકા અને ડીઝલમાં 34.4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 400 રૂપિયાની પાર પહોંચી જવા પામ્યા છે. શ્રીલંકાનું વિદેશી હુડિયામણ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયું છે. 19મી એપ્રિલથી સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર બે વખત વધારો કરવામાં આવ્યો છે. જ્યાં સૌથી વધુ ઓક્ટેન 92 પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે 420 રૂપિયા પર પહોંચી જવા પમ્યો છે. અને ડીઝલ 400 રૂપિયા પર પહોંચી ગયો છે.