તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત નીપજ્યા હતા જયારે એકની હાલત ગંભીરજણાતા તેને વધુ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરીયાદી અજીતભાઈ શનુભાઈ વલવી ,રહે. મોટા રાયપરા સાગરી ફળીયું તા. નાંદોદ)એ આરોપી મો.સા. ચાલક હરનીશભાઈ દશરથભાઈ વસાવા રહે. જીતગઢ તા.નાંદોદ)સામે ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદની વિગત અનુસાર આરોપી હરનીશભાઈ દશરથભાઈ વસાવા (રહે. જીતગઢ તા.નાંદોદ) પોતાના મોટરસાઇકલ ઉપર ત્રણ સવારી બેસાડી મોટરસાઇકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા આલમપુરા ગામ પાસે વળાંકમાં રોડની સાઈડમાં આવેલ રેલિંગ (એગ્લો) સાથે મો.સા.અથાડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાને શરીરે ઓછી વત્તી ઈજાઓપહોંચી હતી. તથા મો.સા. પાછળ બેઠેલ જયદિપભાઈ શનુભાઈ વલવી (રહે.મોટા રાયપુરા તા.નાંદોદ)ને માથાના ઉપરના ભાગની ખોપડી તોડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે મો.સા.પાછળ બેઠેલ પરેશભાઈ મહેન્દ્રભાઈ ભીલ (રહે.વવીયાલા તા.ગરૂડેશ્વર, હાલ રહે. મોટા રાયપરા તા.નાંદોદ)નેમોઢાના ભાગે તથા હાથે પગે ઓછી વત્તી ઈજાઓ કરીતેનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ અકસ્માતમાકૂલ બે ના મોત નીપજ્યા હતા. જયારે ચાલકને ગંભીર ઇજા થતાં તેને સારવાર હેઠળ દવાખાને ખસેડાયો હતો.આ અંગે તિલકવાડાપોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા