Satya Tv News

તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં આપણે ભવિષ્યમાં ફરી જોવા માગતા હોઇએ તેવા મેસેજને ‘સ્ટાર’ તરીકે માર્ક કરી શકીએ છીએ. ચેટમાંના કોઈ પણ મેસેજને જરા લાંબો સમય પ્રેસ કરતાં સ્ક્રીન પર ઉપર એક કોન્ટેક્સ્ટ મેનૂ ઓપન થાય અને તેમાં સ્ટારની નિશાની જોવા મળે. તેને ક્લિક કરતાં આપણે પસંદ કરેલો મેસેજ સ્ટાર્ડ મેસેજની યાદીમાં ઉમેરાઈ જાય. ભવિષ્યમાં ક્યારેય આવા મેસેજ જોવા હોય ત્યારે જમણી તરફના મેનૂમાં જતાં સ્ટાર્ડ મેસેજ જોવાની લિંક મળે.

આ જ સુવિધા હવે ગૂગલ મેસેજિસમાં આવી ગઈ છે. પરંતુ બંનેમાં એક મહત્ત્વનો ફેરફાર છે. અત્યાર સુધી વોટ્સએપમાં અને ગૂગલ મેસેજિસમાં આપણે પોતાને મહત્ત્વના લાગે એ મેસેજને, પોતાની મરજી મુજબ સ્ટાર તરીકે માર્ક કરી શકતા હતા પરંતુ વાત ગૂગલની હોય ત્યારે તેમાં કોઈ ને કોઈ રીતે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ્સનો ઉપયોગ આવી જ જાય છે. ગૂગલ મેસેજિસમાં આવી રહેલા ફેરફાર મુજબ મેસેજમાંના કન્ટેન્ટ મુજબ એપ પોતે આપણને સામેથી સૂચવશે કે આ મેસેજ સ્ટાર તરીકે માર્ક કરી લેવો છે?!

આનો અર્થ એ પણ થયો કે ગૂગલ મેસેજિસ એપ આપણા મેસેજમાં શું લખ્યું છે અને એ આપણે માટે મહત્ત્વનું છે કે નહીં તે જાણી શકશે!

error: