Satya Tv News

બ્રિટનમાં ડેન્ટલ ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થયેલી છે. ડેન્ટસ્ટની રાહ જોતાં અનેક લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેઓ જાતે જ દાંત ઉખાડી રહ્યા છે જેથી બીજા દાંત બચી જાય. જેમણે ડેન્સિસ્ટ પાસે સારવાર માટે રાહ જોઈ, તે પૈકી અનેકને દુખાવાના કારણે ઇમરજન્સીમાં દાખલ કરવાનો પણ વારો આવી રહ્યો છે.

દાખલ થવા છતાં ડેન્ટિસ્ટથી સારવાર કરાવવી શક્ય નથી થઈ રહી. એક મહિલાએ તો આવી જ સ્થિતિથી કંટાળીને પોતાના 13 દાંતોને જાતે જ ઉખાડી દીધી. સરકારી હોસ્પિટલોમાં ડેન્ટિસ્ટની ભારે અછતની સ્થિતિ એવી છે કે સારવાર કરાવ્યા વગર જ દર્દીને પરત મોકલી દેવામાં આવે છે. લોકો ડેન્ટિસ્ટથી મળવા માટે નંબર લગાવી લે છે અને સમય પર પહોંચે તો જાણવા મળે છે કે અપોઇન્ટમેન્ટ રદ થઈ ચૂકી છે.

સરકારી હોસ્પિટલોમાં કામ કરી રહેલા ડેન્ટિસ્ટ જણાવે છે કે, કોરોનાના કારણે પગારમાં ઘટાડો કરવામાં આવ્યો તો ગયા વર્ષે જ લગભગ 2000 ડેન્ટિસ્ટ કામ છોડી ગયા. ગત દશકથી સરકાર તરફથી આર્થિક સહયોગ ખૂબ ઓછો મળ્યો. નવા ડેન્ટિસ્ટ ઓછા રાખવામાં આવ્યા. હવે આરોગ્ય વિભાગે 3 લાખથી વધુ ડેન્ટિસ્ટની નિયુક્તિ માટે 400 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પરંતુ, તે ભરતી તાત્કાલિક તો નહીં જ થાય.

બ્રિટનની સરકારી હોસ્પિટલોમાં 1 લાખ લોકોના સારવાર માટે માત્ર 32 ડેન્ટિસ્ટ જ છે. દાંતના દુખાવાથી પરેશાન 30 લાખથી વધુ લોકોને 64 કિલોમીટર ફરીને પણ સારવારની સુવિધા નથી મળી રહી. જૂન 2021ના આંકડા જણાવે છે કે જરૂરિયાતની સામે માત્ર 33 ટકા લોકો જ ડેન્ટિસ્ટની પાસે જઈને સારવાર કરાવી શક્યા.

દાંતના દુખાવા માટે કોઈ ખાનગી હોસ્પિટલમાં જતાં લોકો પાસેથી સારવાર શરૂ થતાં પહેલા જ રૂ. 19 હજાર પડાવાઈ રહ્યા છે. અનેક લોકોએ કહ્યું કે દવા તરીકે પેઇનકિલર માટે પણ રૂ. 38 હજાર વસૂલાઈ રહ્યા છે.

error: