‘હું માત્ર આઠ વર્ષની હતી ત્યારે મેં એક ડાન્સ રીઆલિટી શોમાં ભાગ લીધો. આ શોને પગલે જ મારો એક્ટ્રેસ તરીકે આગળ વધવાનો માર્ગ મોકળો થયો.’
જીવનમાં કાંઇક મેળવવા માટે કાંઇક ગુમાવવું પડે છે.પરંતુ જ ે જતું કર્યું તેના કરતાં જ પામ્યા તેનો આનંદ ચોક્કસપણે વધુ હોવાનો. આ વાત અભિનેત્રી અવનીત કૌરને સુપેરે લાગુ પડે છે. અવનીત કૌરે માત્ર આઠ વર્ષની ઉંમરે એક ડાન્સ રીઆલિટી શો દ્વારા તેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. અને હવે તે તેની ફિલ્મી કારકિર્દી શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
અવનીક કહે છે, ‘મેં મારું કામ સાવ નાની ઉંમરમાં શરૂ કરી દીધું તેનો મને મોટો ફાયદો મળી રહ્યો છે. હું છેલ્લા ૧૨ વર્ષથી કામ કરી રહી છું. આ વર્ષો દરમિયાન વ્યક્તિગત રીતે હું ઘણી આગળ વધી છું. આજે હું જ ે સ્થાને છું તેનો યશ મારા એક ડઝન વર્ષના અનુભવને ફાળે જાય છે. બાળકલાકાર તરીકે કામ શરૂ કર્યા પછી મને આ ફિલ્ડની સઘળી માહિતી મળતી રહી. જો મેં હમણાં મારી કારકિર્દીનો આરંભ કર્યો હોત તો મને આ ક્ષેત્રની આટલી બધી જાણકારની ન હોત.’
કારકિર્દીના પ્રારંભિક સમયમાઅવનીતે ‘મેરી મા’ અને ‘હમારી સિસ્ટર દીદી’ જેવા ઘણાં ટી.વી. શોઝમાં કામ કર્યું હતું. એ કહે છે, ‘તે વખતે મને ઘણાં લોકો પૂછતાં કે તું બીજાં ટીનેજર્સની જેમ લાઇફ એન્જોય કેમ કરતી નથી? પરંતુ હું જે કરી રહી હતી તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાની મારી ઇચ્છા નહોતી.
મહત્વની વાત એ છે કે અવનીતનાં માતાપિતાને તેની આ ઝાકઝમાળભરી કારકિર્દી સામે જરાય વાંધો નહોતો. અવનીત કહે છે, ‘તેઓ એ વાતે ગર્વ અનુભવતા હતાં કે જે કોઇ નથી કરી શક્તું તે અમારી દીકરી કરી રહી છે. સ્વાભાવિક રીતે જ હું મારી વયની અન્ય કન્યાઓ કરતાં નોખી તરી આવતી હતી.’
હવે ૨૦ વર્ષની થયેલી અવનીતને તેનાં મમ્મીપપ્પાએ એની મરજી મુજબ આગળ વધવાની છૂટ આપી છે.
અવનીત નવાઝુદ્દીન સિદ્દિકી જેવા દિગ્ગજ કલાકાર સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’ દ્વારા પોતાની ફિલ્મી સફર શરૂ કરી રહી છે. તે કહે છે, ‘મને એ વાતની ખુશી છે કે હું માત્ર આઠ વર્ષની હતી ત્યારે મેં એક ડાન્સ રીઆલિટી શોમાં ભાગ લીધો. આ શોને પગલે જ મને અહીં સુધી પહોંચવા માટેનો માર્ગ મળ્યો. શરુઆતમાં હું ફક્ત ડાન્સર હતી. મ ેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું અભિનય પણ કરીશ પરંતુ હવે મને તેનો ચસકો લાગી ગયો છે. હવે મને ડાન્સ કરતાં અભિનય કરવામાં વધુ મોજ પડે છે.’
અવનીત અત્યંત મહત્વકાંક્ષી છે. તે જ્યારે ટચૂકડા પડદે કામ કરી રહી હતી ત્યારે પણ તેણે એક આંખ બોલીવૂડ તરફ માંડી જ રાખી હતી. તે કહે છે, ‘મારું સપનું સાકાર થઈ રહ્યું છે. આઇ એમ હેપી!’
ઓલ ધ બેસ્ટ, અવનીત!