LSGના કેપ્ટન રાહુલની 79 રનની ઈનિંગ એળે ગઈ IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર જ નોંધાવી શકતા મેચ હારી ગયું છે. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા, જ્યારે બીજી બાજુ RCBના હેઝલવુડે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
પહેલી વિકેટ વહેલી પડી ગયા પછી વિરાટ કોહલી અને રજત પાટીદારે RCBની ઇનિંગ સંભાળી હતી.બીજી વિકેટ માટે બંને વચ્ચે 46 બોલમાં 66 રનની પાર્ટનરશિપ થઈ હતી.જોકે ત્યારપછી કોહલીને 25 બોલમાં 24 રન કરી આવેશ ખાને આઉટ થયો હતો.વિરાટ વિકેટ પછી ગ્લેન મેક્સવેલ પણ લાંબો સમય બેટિંગ કરી શક્યો નહોતો અને 10 બોલમાં 9 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી હતી.
રજતે કૃણાલની એક ઓવરમાં 20 રન કર્યા
RCBની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં રજત પાટીદારે લખનઉના કૃણાલ પંડ્યાનો સામનો કર્યો હતો.પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાટીદારે 20 રન કર્યા હતા.
જે ઓવરના પહેલા બોલ પર કોહલીએ સિંગલ લીધો અને પાટીદારને સ્ટ્રાઈક આપી, આ ઓવર પંડ્યા માટે દુઃસ્વપ્ન બની ગઈ.
પાટીદારે ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.ચોથા બોલ પર એક છગ્ગો અને પાંચમા બોલ પર બીજો ચોગ્ગો ફટકારી પાટીદારે આક્રમક બેટિંગ કરી હતી.છેલ્લા બોલ પર સિંગલ લઈને રજત પાટીદારે સ્ટ્રાઈક પોતાની સાથે રાખી હતી.
બેંગ્લોરની ઇનિંગની પહેલી જ ઓવરમાં RCBની પહેલી વિકેટ પડી ગઈ હતી. ટીમનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ એકપણ રન કર્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેને મોહસિન ખાને આઉટ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે 7 વાગ્યે LSGના કેપ્ટન રાહુલ અને RCBના કેપ્ટન ડુપ્લેસિસ પહેલા મેદાન પર આવ્યા હતા પરંતુ અહીં વરસાદની સાથે પવન પણ ફુંકાઈ રહ્યો છે. આના કારણે તે ડ્રેસિંગ રૂમ પરત ફર્યા હતા. વળી પિચને અત્યારે કવર્સથી ઢાંકી દેવામાં આવી હતી, જેથી વિલંબ થયો હતો.
તમને જણાવી દઈએ કે ક્વોલિફાયર 1-2 અને એલિમિનેટર મેચ માટે કોઈપણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પરંતુ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે.