Satya Tv News

ગૌરીકુંડ-કેદારનાથની પદયાત્રામાં રામબાડાથી રૂદ્રા પોઈન્ટ વચ્ચેનું 4 કિમીનું વળાંકવાળુ ચઢાણ યાત્રાળુઓ માટે મુશ્કેલ

કેદારનાથમાં વારંવાર બદલાતુ વાતાવરણ યાત્રળુઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. વરસાદ, અતિવૃષ્ટિ તેમજ ઉંચાઈવાળા પહાડો ઉપરના બરફના કારણે કેદારપુરીમાં ઠંડી વધી રહી છે, જેના કારણે હાઈપોથર્મિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અહીં દિવસ અને રાતના તાપમાનમાં 18થી 21 ડિગ્રીનો તફાવત છે.

રામબાડાથી રૂદ્રા પોઈન્ટ સુધીના પદયાત્રાવાળા માર્ગમાં 4 કિમીનું ચઢાણ લોકોને ભારે પડી રહ્યુ છે. દ્વાર ખુલ્યા પછી અત્યાર સુધીમાં 71 યાત્રળુઓના મોત થઈ ચુક્યા છે જે પૈકીના અનેકને હાર્ટ એટેક આવ્યો હતો.

કેદારનાથ સમુદ્રથી 11,750 ફૂટની ઉંચાઈએ આવેલુ છે અને 3 બાજુથી પહાડોથી ઘેરાયેલું છે. તેમજ ગૌરીકુંડ તરફનો વિસ્તાર સાંકડો અને ખીણવાળો છે જેના કારણે ત્યાં ગમે ત્યારે મોસમ ખરાબ થઈ શકે છે અને કયારે વરસાદ, અતિવૃષ્ટિ કે બરફવર્ષા થાય તે વિશે કંઈ કહી ન શકાય. આ કારણોથી 6મી મેથી શરૂ થયેલી કેદારનાથની યાત્રા બાદ મોસમ રોજબરોજ ખરાબ થઈ રહ્યું છે. કેદારધામમાં સવારથી સાંજ સુધીનું તાપમાન 20થી 24 ડિગ્રી સુધી રહે છે પરંતુ બપોર પછી અચાનક જ વાતાવરણમાં આવેલા પરિવર્તનના લીધે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

વરસાદના કારણે દર્શન માટે લાઈનમાં ઉભેલા યાત્રાળુઓ ભીંજાઈ રહ્યા છે જેના કારણે તેઓ હાઈપોથર્મિયાનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિમાં કેદારનાથમાં ગયા અઠવાડિયામાં હાઈપોથર્મિયાના કેસ 30થી 35 ટકા વધી ગયા છે. તેમજ ચારે બાજુ ધુમ્મસ છવાયેલું હોવાના કારણે ઘણાં યાત્રાળુઓને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદો આવી રહી છે. આ તકલીફોના કારણે અત્યાર સુધીમાં ઘણા યાત્રાળુઓના મોત થયા છે.

ગૌરીકુંડ-કેદારનાથની પદયાત્રામાં રામબાડાથી રૂદ્રા પોઈન્ટ વચ્ચેનું 4 કિમીનું વળાંકવાળુ ચઢાણ શ્રદ્ધાળુઓને સૌથી વધુ હેરાન કરે છે. મંદાકીની નદીની બંને બાજુ ઉંચા પહાડો હોવાથી આ વિસ્તાર વી આકારની ખીણ જેવો છે જેના કારણે ઓક્સિજનનું લેવલ ઓછું છે. જેથી આ વિસ્તારમાં અનેક યાત્રાળુઓના શ્વાસ ફુલે છે જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

સોનપ્રયાગમાં 50 વર્ષથી વધુ ઉંમરના મુસાફરોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. ગત દિવસોમાં 300થી વધું મુસાફરો અનફિટ હતા, જેમાંથી માત્ર 20 જ પાછા વળ્યા હતા અને બાકીના 280એ પોતાના જોખમે કેદારનાથ જવાનું સોગંદનામુ આપીને યાત્રા કરી હતી.

સિક્સ સુગ્મા હાઈ અલ્ટીટ્યુડ મેડિકલ સર્વિસના સીઈઓ ડો. પ્રદિપ ભારદ્વાજનું કહેવું છે કે, કેદારનાથ પદયાત્રા ઉપર મોડિકલ QRT તૈનાત કરવી જોઈએ. આ ટીમ શ્રદ્ધાળુઓની તપાસ કરતા સમચે કોઈપણ પરિસ્થિતિમાં તેમને તરત જ સારવાર આપે, જેથી મૃત્યુના કેસોમાં ઘટાડો આવી શકે છે. તેમજ MI-26 હેલીપેડથી મંદિર સુધી પૂરો ટીન શેડ કરવો જોઈએ, જેથી તડકા અને વરસાદથી બચી શકાય.

error: