Satya Tv News

અમિતાભ બચ્ચને બોલિવુડમાં સુપર ટ્રોલ તરીકે જાણીતા સેલ્ફ સ્ટાઈલ્ડ ક્રિટિક કમાલ આર. ખાનની બુકને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પ્રમોટ કરતાં અમિતાભના ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો. કેટલાય લોકોએ આ મુદ્દે અમિતાભનું ટ્રોલિંગ પણ કર્યું હતું. કેઆરકે પોતાની ચિત્રવિચિત્ર ટિપ્પણીઓ અને ક્યારેક તો બેહુદી લાગે તેવી મજાક માટે કુખ્યાત છે. જોકે, તેનું ફોલોઈંગ પણ બહુ જ તગડું છે. પરંતુ, અમિતાભ બચ્ચન જેવી પર્સનાલિટી તેની બૂક પ્રમોટ કરે તેવી અપેક્ષા તો કોઈએ રાખી ન હતી.

કેટલાય ચાહકોને તો આ વાતનો ભરોસો જ પડયો ન હતો. તેમણે લખ્યું હતું કે અમિતાભનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું છે. કોઈએ તો સીધો સવાલ કર્યો હતો કે અમિતાભનો કોઈ વીડિયો કેઆરકે પાસે છે કે શું ? બિગ બીના અન્ય એક ચાહકે તો નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, માલિક, ઇતને બુરે દિન તો જબ એબીસીએલ ડૂબી થી તભી ભી નહીં આયે હોંગે. આખિર ક્યા મજબૂરી હૈ યે ?

error: