ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે રહેતી વેકતીબેન નેમિયાભાઇ વસાવા નામની મહિલા ગત તા.૨૭ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં બહાર સુવા માટે ખાટલો લઇને નીકળી હતી, તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતી ધર્મિષ્ઠાબેન વસાવાના છોકરાઓ સ્પીડમાં સાયકલ લઇને જતા હતા. ત્યારે વેકતીબેને તેમને કહેલ કે સ્પીડમાં કેમ સાયકલ ચલાવો છો? તેમ કહીને છોકરાઓને ઠપકો આપ્યો હતો. તે દરમિયાન ધર્મિષ્ઠાબેન ઘરની બહાર નીકળીને કહેવા લાગેલ કે મારા છોકરાઓને કેમ બોલો છો, ત્યારે વેકતીબેને જણાવ્યું હતુકે તારા છોકરા અંધારામાં સ્પીડમાં સાયકલ ચલાવે છે. આ સાભળીને ધર્મિષ્ઠાબેન ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગ્યા હતા. અને દોડી આવીને તેમને ખાટલામાં પાડી દીધા હતા. તેમજ તેના હાથમાં ચપ્પુ હતું, જે વેકતીબેનનને છાતીના ભાગે મારી દીધુ હતું. ત્યારબાદ ધર્મિષ્ઠાના પતિ ધમાભાઇ વસાવા પણ ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન ફળિયાના માણસોએ વચ્ચે પડીને વેકતીબેનને મારમાંથી બચાવ્યા હતા. ઇજાગ્રસ્ત વેકતીબેનને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. ઘટના બાબતે વેકતીબેન વસાવા રહે.ઝઘડિયાનાએ ધર્મિષ્ઠાબેન ધમાભાઇ વસાવા તેમજ ધમાભાઇ વસાવા બન્ને રહે.ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી
વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા