Satya Tv News

પાકિસ્તાની સિંગર અબ્રાર ઉલ હકે કરણ જોહર પર ધ પંજાબન સોંગ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો

વરૂણ ધવન અને કિયારા આડવાણી સ્ટારર ફિલ્મ ‘જુગ જુગ જિયો’ વિવાદોમાં ફસાઈ છે. ગત તા. 27 મેના રોજ દિલ્હી ખાતે એક ગ્રાન્ડ ઈવેન્ટ યોજીને ફિલ્મના પ્રથમ ગીતને લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ કરવામાં આવેલા પંજાબી વેડિન્ગ સોંગમાં અનિલ કપૂર, વરૂણ ધવન અને કિયારા આડવાણી એક સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે આ ફિલ્મના મેકર્સ પર ગીતની ચોરીનો આરોપ લાગ્યો છે.

આ વિવાદ મામલે વરૂણ ધવને કહ્યું હતું કે, ‘ટી-સીરિઝે આ અંગે એક સત્તાવાર નિવેદન આપ્યું છે કે, તેમણે કાયદાકીય રીતે અધિકારોનું લાઈસન્સ આપ્યું છે. મને લાગે છે કે, જ્યારે તમારા પાસે યુટ્યુબ અને સ્પોટિફાઈ જેવી ઈન્ટરનેશનલ કંપનીઓ છે અને જ્યારે તે લોકો મ્યુઝિક વગાડી રહ્યા છે તો તેમના પાસે કોપીરાઈટના ખૂબ જ આકરા નિયમો પણ છે. આ કોઈ મજાક નથી. તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, ટી-સીરિઝે વિવાદ અંગેની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, તેમણે ગીતના તમામ લીગલ રાઈટ્સ લીધા છે અને તેમના પાસે આ ગીત ફરી બનાવવાના અધિકાર છે. કરણ જોહરે પણ આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપી હતી.

પાકિસ્તાની સિંગર અબ્રાર ઉલ હક (Abrar ul Haq)એ કરણ જોહર પર ધ પંજાબન સોંગ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, કરણ જોહરે મંજૂરી વગર તેનું ગીત કોપી કર્યું છે. આ સાથે જ અબ્રારે લીગલ એક્શન લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

error: