હાલ 15 કરોડ ફી લે છે તેને બદલે 35 કરોડની ડિમાન્ડ કરી હોવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા
કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ટૂ સુપરહિટ થયા બાદ તેણે પોતાની ફી બમણી કરી દીધી હોવાના અહેવાલો પ્રસર્યા છે. જોકે, કાર્તિકે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે આ વાત પાયાવિહોણી છે. મુજે અભી પ્રમોશન મિલા હૈ, ઇન્ક્રિેમેન્ટ નહીં એમ તેણે જણાવ્યું હતું.
કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા ટુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી ચુકી છે. બીજા અઠવાડિયામાં આ ફિલ્મ સુપરહિટ હથવા બોલ્ક બસ્ટર બનવા પર જઇરહી છે.
કાર્તિક આર્યનની છેલ્લી પાંચ ફિલ્મોની રિલીઝમાં આ ચોથી ક્લીન હિટ ફિલ્મ છે. એક પછી એક સફળ ફિલ્મો આપ્યા પછી કાર્તિકે પોતાની ફીમાં વધારો કરી દીધો હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ અહેવાલો અનુસાર કાર્તિક અત્યાર સુધી એક ફિલ્મ માટે રૂપિયા ૧૫-૨૦ કરોડ ચાર્જ કરતો હતો. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, હવેથી કાર્તિક એક ફિલ્મ માટે ૩૫૦૪૦ કરોડ ફી વસૂલ કરશે
કાર્તિકને ઘણા ક્રિટીકસોએ સુપરસ્ટાર સમાન ગણાવ્યો છે. તેમજ તેમજ સફળ ફિલ્મો આપવા માટે દર્શકોને પણ તે પ્રભાવિત કરી શક્યો છે. તેની પાસે શહજાદા, કેપ્ટન ઇન્ડિયા, ફ્રિડી અને સાજિદ નડિયાદવાળાની હાલ કોઈ શીર્ષક નહીં ધરાવતી ફિલ્મ છે. સમીક્ષકોના મતે કાર્તિક હવે ફી વધારા માટે પૂરેપૂરો હક્કદાર છે. તેને વધુ એન્ડોર્સમેન્ટસ પણ મળી શકે છે. ભૂલ ભૂલૈયા ટુ પછી કાર્તિક જલદી જ ફિલ્મ શહજાદામાં જોવા મળવાનો છે. જેમાં તેની સાથે ક્રિતી સેનોન જોવા મળવાની છે. આ ફિલમ તેલુગુ ફિલ્મ ્લા વૈકુંઠપુરમુલુની રીમેક છે. આ ફિલ્માં પરશે રાવલ અને મનીષા કોઇરાલા પણ મહત્વની ભૂમિકામાં છે.