Satya Tv News

રાજસ્થાનમાં જેસલમેર શહેર રેગિસ્તાની વિસ્તારમાં સ્થિત છે. શહેરની બહાર સેંકડો માઈલ દૂર સુધી રણ ફેલાયેલુ છે જ્યાં દરેક જગ્યાએ રેતીના મોટા મોટા ટેકરા છે. શહેરથી અમુક માઈલના અંતરે કુલધરા નામનુ એક સુંદર ગામ છે જે છેલ્લા 200 વર્ષોથી નિર્જન પડ્યુ છે.

આ ગામના રહેવાસી લોકો 200 વર્ષ પહેલા રાતોરાત પોતાનુ ગામ છોડીને ક્યાંક બીજે ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા આવ્યા નહીં. કુલધરા ગામ હવે પુરાતત્વ વિભાગની નજર હેઠળ છે. સ્થાનિક પરંપરા અનુસાર બસો વર્ષ પહેલા, જ્યારે જેસલમેર રજવાડાનું રાજ્ય હતુ, તે સમયે કુલધરા ગામ તે રજવાડાનુ સૌથી ખુશ ગામ હતુ. મોટાભાગની આવક અહીંથી જ થતી હતી. અહીં ઉત્સવ અને પારંપરિક નૃત્ય અને સંગીત સમારોહ થતા હતા.

આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા. ગામની એક યુવતીના લગ્ન થવાના હતા જેના વિશે કહેવામાં આવે છે કે તે યુવતી ખૂબ જ સુંદર હતી. જેસલમેર રજવાડાના દીવાન સાલિમ સિંહની નજર તે યુવતી પર પડી ગઈ અને તેને તેની સુંદરતા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તે યુવતી સાથે લગ્ન કરવાની જિદ કરી.

સ્થાનિક સ્તર પ્રચલિત કહાનીઓ અનુસાર, સાલિમ સિંહ એક અત્યાચારી વ્યક્તિ હતો જેની ક્રૂરતાઓની કહાનીઓ દૂર-દૂર સુધી મશહૂર હતી પરંતુ તેમ છતાં કુલધરાના લોકોએ સાલિમ સિંહ સાથે યુવતીનુ સગપણ કરવાની ના પાડી દીધી. સાલિમ સિંહે ગામના લોકોને વિચારવા માટે અમુક દિવસનો સમય આપ્યો. ગામના લોકો જાણતા હતા કે જો તેમણે સાલિમ સિંહની વાત ના માની તો તેઓ ગામમાં કત્લેઆમ મચાવી દેશે.

પરંપરા અનુસાર કુલધરાના લોકોએ ગામના મંદિર નજીક સ્થિત એક ચૌપાલમાં પંચાયત તરફ પોતાની પુત્રી અને પોતાના ગામના સન્માનને બચાવવા માટે હંમેશા માટે તે ગામને છોડવાનો નિર્ણય કર્યો. તમામ ગ્રામવાસી રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન, ઢોર, અનાજ અને વસ્ત્ર લઈને પોતાના ઘરને છોડીને હંમેશા માટે અહીંથી ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા આવ્યા નહીં.

જેસલમેરમાં આજે પણ સાલિમ સિંહની હવેલી છે પરંતુ તેને જોવા કોઈ જતુ નથી. જેસલમેર નજીક કુલધરા ગામમાં કેટલીક લાઈનમાં બનેલા પથ્થરના મકાન હવે ધીમે-ધીમે ખંડેર બની ચૂક્યા છે પરંતુ આ ખંડેરના અતીતમાં આ ગામનુ સમૃદ્ધ હોવાની જાણ થાય છે.

અમુક ઘરમાં ચૂલા, બેસવાની જગ્યા અને ઘડા મૂકવાની જગ્યાની હાજરીથી એવુ લાગે છે જેમ કે કોઈ અહીંથી હમણાં જ ગયુ છે. અહીંની દીવાલોમાંથી ઉદાસીનો અહેસાસ થાય છે. ખુલ્લી જગ્યામાં સ્થાયી થવાથી, નીરવતામાં પવનનો અવાજ વાતાવરણને વધુ અંધકારમય બનાવે છે.

સ્થાનિક લોકો પોતાના વડવાઓ પાસેથી સાંભળેલી વાતો જણાવે છે કે રાતના સન્નાટામાં કુલધરાના ખંડેરમાં કોઈકના પગનો અવાજ સંભળાય છે. સ્થાનિક લોકોમાં એ માન્યતા પણ ઘણી મશહૂર છે કે કુલધરાના લોકોની આત્માઓ આજે પણ અહીં ભટકે છે.

રાજસ્થાન સરકારે આ ગામને પર્યટકોને આકર્ષિત કરવા માટે અહીંના કેટલાક ઘરોને પહેલાની જેમ રિનોવેટ કર્યા છે. ગામનુ મંદિર આજે પણ પસાર થયેલા સમયના સાક્ષી તરીકે પોતાના સ્થાને ઉભુ છે. દર વર્ષે હજારો પર્યટક આ ગામને જોવા માટે આવે છે. અહીંના સ્થાનિક લોકો આ ગામનુ ખૂબ સન્માન કરે છે.

વધુ એક માન્યતા એ પણ મશહૂર છે કે જ્યારે કુલધરાના લોકો આ ગામને છોડીને જઈ રહ્યા હતા, તો તે સમયે તેમણે એ શ્રાપ આપ્યો હતો કે આ ગામ ક્યારેય વસશે નહીં. તેમના ગયા બાદ બસો વર્ષ બાદ આજે પણ આ ગામ જેસલમેરના રણમાં વેરાન પડ્યુ છે.

error: