2 જૂનના રોજ મુંબઈના વર્સોવા સ્મશાનઘાટમાં કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ બોલિવૂડ સિંગર કૃષ્ણ કુમાર કુન્નથ (કેકે) નું નિધન થયું હતું. 31 મેની રાતે આ સમાચાર સાંભળીને બધાને આઘાત લાગ્યો હતો. કેકે નઝરુલ કોલકાતામાં સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા. શો દરમિયાન તેમની તબિયત સારી ન હતી અને બેચેની થઈ રહી હતી. આ સ્થિતિમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. ગાયકના મૃત્યુનું કારણ હાર્ટ અટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. કેકેના અંતિમ સંસ્કાર 2 જૂન મુંબઈમાં કરવામાં આવશે.
સિંગર કેકેના પાર્થિવદેહને ગ્રીન કોરિડોર બનાવી રવીન્દ્ર સદનથી કોલકતા એરપોર્ટ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જ્યાં સાંજે 5.15 વાગે એર ઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈ માટે રવાના થશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અંતિમ વિદાય આપી આ દરમિયાન મમતા બેનર્જી અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.સિંગર કેકેના પાર્થિવદેહને રવીન્દ્ર સદન લઈ જવામાં આવ્યો હતો. પરિવારે ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સિંગર કેકેને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. તેમના ધબકારા બંધ થઈ ગયા હતા. ECG કરવામાં આવ્યો તો ખ્યાલ આવ્યો કે તેમનું મોત પહેલેથી જ થઈ ગયું હતું.
કેકેનો પરિવારના કોલકતા પહોંચ્યો કેકેના મોતના સમાચાર મળતા જ પરિવારે આજે કોલકાતા આવ્યો હતો.
પોલીસ હોટેલ આવી હતી કોલકાતાના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મુરલીધર શર્મા ધ ઓબેરોય ગ્રાન્ડ આવ્યા હતા, અહીંયા કેકે રોકાયા હતા.