Satya Tv News

હોલીવુડનાં જેક સ્પેરો તરીકે જાણીતા અભિનેતા Jonny Depp નો પત્ની Amber Heard Case સામે બદનક્ષીના દાવાનાં કેસમાં વિજય થયો છે અને વળતર રૂપે 15 મિલિયન ડોલર્સ મળશે.વળતર રૂપે એમ્બર હર્ડ ચૂકવશે 15 મિલિયન ડોલર્સ એમ્બર હર્ડને પણ કાઉન્ટર સૂટ પર મળશે 2 મિલિયન ડોલર્સ


હોલીવુડ અભિનેતા જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે કોર્ટમાં ચાલેલી લાંબી લડાઈ અંતે જોનીની તરફેણમાં પૂરી થઈ છે. ટ્રાયલમાં જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જોની ડેપે અભિનેતા એમ્બર હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જે તેણે આખરે જીતી લીધો છે.

જ્યુરીએ જોની ડેપને 15 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1,16,33,46,750) નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો સામે જ્યુરીએ એમ્બર હર્ડને તેના કાઉન્ટરસુટ પર 2 મિલિયન યુએસ ડોલર (આશરે 15,51,12,900 રૂપિયા) ચૂકવવા માટે પણ કહ્યું છે.

error: