Satya Tv News

સચિનમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ જીવન ટંુંકાવી લીધું હતું. વિદ્યાર્થીને તેના પિતાએ મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લેતા તેને આ બાબતે માઠુ લાગી આવ્યું હતું અને મંગળવારે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

બોટાદના વતની અને હાલ સચિનની શિલાલેખ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ દેવૈયા મીનરલ વોટર સપ્લાય કરવાનું કામ કરે છે. તેમનો ૧૫ વર્ષીય પુત્ર પ્રિન્સ બારડોલીની સ્કુલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ ૧૦ની પરિક્ષા આપી હતી. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો પ્રિન્સ વેકેશનમાં માતા-પિતા પાસે આવ્યો હતો. પ્રિન્સ મોબાઈલ ફોનમાં સતત ગેમ રમતો હતો. જેથી પિતા પ્રકાશભાઈએ તેને ગેમ રમવાની ના પાડી તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને ગેમ રમવા બાબતે ઠપકો પણ આપ્યો હતો.

જે વાતનું પ્રિન્સને માઠુ લાગી આવ્યું હતું અને મંગળવારે સાંજે પ્રિન્સે પોતાના ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરિવારને થતા તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સચીન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

જેમાં પ્રાથમીક તપાસમાં પિતાએ મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લેતા તે બાબતે માઠુ લાગી આવવાના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. દેવૈયા પરિવારે મૃતક પ્રિન્સની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેની બન્ને આંખો ચક્ષુબેન્કને દાનમાં આપવામાં આવી હતી.

error: