Satya Tv News

ઝારખંડના પાકુડમાં મરેલો મનતો એક શખ્સ અંતિમ સંસ્કાર જીવિત થઈ ઉઠતા લોકો રીતસરના ડઘાઈ ગયા અને ખુશીની વચ્ચે પણ કોઈને બોલવાના હોશ રહ્યાં નહોતા.

લોકોને કહ્યું-યમરાજાએ મને પાછો મોકલ્યો
પ્રકૃતિ અનેક રહસ્યોથી ભરપૂર છે અને અવારનવાર રહસ્યમયી ઘટનાઓ બનતી હોય છે. મોત પછીની દુનિયામાં લોકો અને વૈજ્ઞાનિકોને હંમેશા રસ રહ્યો છે, મોત પછી શું થાય છે જીવ ક્યાં જાય છે કોણ લેવા આવે છે, શું ખરેખર યમદૂત જીવને લેવા આવે છે અને લઈને ક્યાં જાય છે અને શું થાય છે આવા અનેક સવાલો આજ દિન સુધી નિરુત્તર રહ્યાં છે પરંતુ ક્યારેક આવા સવાલના જવાબ આપતી ઘટના બની જતી હોય છે ત્યારે લોકોને ખરી ખબર પડી છે.

ઝારખંડના પાકુડ શહેરમાં આવી જ એક હેરતઅંગેજ ઘટના બનતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. અહીં કરંટ લાગતા એક વ્યક્તિને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર પહેલા પરિવારના લોકો શબને તૈયાર કરી રહ્યા હતા, ત્યારે તે વ્યક્તિના હાથ-પગ હલવા લાગ્યા. ત્યારે લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ, ત્યાં પહોંચ્યા બાદ ડોક્ટરોએ ફરી તપાસ કરી તો ખબર પડી કે તે વ્યક્તિનું મોત થઈ ગયું છે.

એવું પણ જણાવાઈ રહ્યું છે કે થોડી સેકન્ડો માટે જીવતા થયેલા માણસે એવું કહ્યું હતું કે મને યમદૂતોએ પાછો મોકલ્યો છે જોકે શા માટે પાછો મોકલ્યો તે અંગે તે કંઈ વધારે કહી શક્યો નહોતો. આટલું કહીને શખ્સ ફરી વાર મરી ગયો હતો ત્યારે પરિવાર માટે આ આઘાત સહન કરવો અશક્ય થઈ પડ્યો હતો. હોસ્પિટલમાં તેનું ફરી મોત થયું હતું. શખ્સે ફરી જીવતો થઈને જે કહ્યું તે જોઈને લાગી રહ્યું છે કે જાણે તે લોકોને આટલું કહેવા માટે જ ન જીવ્યો હોય.

જાણો આખો કિસ્સો
આ મામલો પાકુર જિલ્લાના મહેશપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના હાથીમારા ગામમાં જનરેટર ઓપરેટર જીવન દાસ એક પંડાલમાં કામ કરી રહ્યો હતો. એટલામાં જ તેમના પર 11 હજાર વોલ્ટનો વાયર તૂટી પડ્યો આને કારણએ તે ખૂબ દાઝી ગયો હતો તેને નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતક જીવન દાસને એમ્બ્યુલન્સ દ્વારા ગઢબારી સ્થિત પોતાના ઘરે લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગઢબારી સહિત આસપાસના ગામના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

પરિવારના સભ્યો અને આસપાસના ગ્રામજનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઇ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મૃતક જીવનદાસના હાથ-પગ ધ્રુજવા લાગ્યા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે બે વખત તેની આંખો પણ ખુલ્લી જોવા મળી હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક મહેશપુર પોલીસને કરવામાં આવી હતી. આ માહિતી મળતાં મહેશપુર પોલીસ જીવન દાસને પશ્ચિમ બંગાળની મરેઈ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ દરમિયાન આ ઘટનાની જાણ આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. નજીકના ગામોના લોકો ગઢબારીમાં મૃતકોના ઘરે પહોંચવા લાગ્યા હતા. આ ચોંકાવનારી ઘટનાથી પરિવારજનો સહિત ગ્રામજનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ગ્રામજનોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે અને લોકો આ અવિશ્વસનીય ઘટનાની સતત ચર્ચા કરી રહ્યા છે.

error: