Satya Tv News

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસે હરિયાણાથી 2 યુવકોનીધડપકડ કરી છે. તેમને ફતેહાબાદ જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓ પવન બિશ્નોઈ અને ખાન છે. બંને મુસેવાલા હત્યાકાંડ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાયેવી બોલેરો ગાડીનું તેમની સાથે કનેક્શન છે. આ દરમિયાન દિલ્હી પોલીસની એક સ્પેશિયલ ટીમ હત્યારાઓની તપાસ માટે નેપાળ પણ ગઈ છે.

કોરોલા સાથે આ જ બોલેરોમાં આવેલા શૂટર્સની મુસેવાલાની હત્યા કરી હતી. આ બંને સામે મોગામાં હત્યા કેસ પણ નોંધાયો છે. આ સિવાય પોલીસે ગેંગસ્ટર લોરેન્સનું પ્રોડક્શન વોરન્ટ પર તિહાડ જેલથી લાવીને પૂછપરછની તૈયારી કરી લીધી છે. હવે તેના દિલ્બી પોલીસના સ્પેશિયલ સેલ પાસે 5 દિવસનો વોરન્ટ ખતમ થવાની રાહ જોવામાં આવી રહી છે.

જે કોરોલા ગાડીમાં શાર્પ શૂટર આવ્યા તેની પોલીસે તપાસ કરી લીધી છે. આ કોરોલા જેલમાં બંધ ગેંગસ્ટર મનપ્રીત મન્ની છે. જેણે બઠિંડામાં ગેંગસ્ટર તુલબીર નરુઆણાનું મર્ડર કર્યું હતું. ગેંગસ્ટર લોરેન્સનો ખાસ માણસ સંપત નેહરા પણ તિહાડ જેલમાં બંધ હતો. તેની પણ પ્રોડક્શન વોરન્ટ પર લાવીને લાંબી પૂછપરછ કરવામાં આવી છે. જોકે હવે તેને પાછો તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો છે.

પંજાબ પોલીસ હવે ગેંગસ્ટર લોરેન્સને પ્રોડક્શન વોરન્ટ પર લાવશે. લોરેન્સે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેણે પંજાબ પોલીસને પ્રોડક્શન વોરન્ટ ના આપવાની માંગ કરી હતી. જોકે પંજાબ સરકારે કહ્યું છે કે, હજી FIRમાં નામ નોંધવામાં નથી આવ્યું અને પ્રોડક્શન વોરન્ટ પણ માંગ્યું નથી. આ દલીલ પછી હાઈકોર્ટે લોરેન્સની અરજી ફગાવી દીધી છે જોકે પોલીસે મુસેવાલાની હત્યામાં જે ફરિયાદ નોંધી છે તેમાં પિતાના નિવેદનમાં લોરેન્સનું નામ છે. તે આધારે પોલીસ તેનું પ્રોડક્શન વોરન્ટ માંગશે.

દિલ્હી પોલીસની પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈએ કબુલ કર્યું છે કે, આ અમારી ગેંગના સભ્યોએ જ મૂસેવાલાની હત્યા કરાવી છે. લોરેન્સે વધુમાં કહ્યું કે, કોલેજ સમયથી જ વિક્કી મિદ્દુખેડા મારા મોટા ભાઈ જેવો હતો. અમારા ગ્રુપે તેના મોતનો બદલો લીધો છે. લોરેન્સે પૂછપરછમાં કહ્યું છે કે, આ વખતે આ મારુ કામ નથી, કારણ કે હું સતત જેલમાં બંધ હતો અને ફોનનો ઉપયોગ કરતો નહતો. પરંતુ હું સ્વીકારુ છું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા અમારી ગેંગે કરી છે.
લોરેન્સના ગુનો કબુલ કરતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે, કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાડ સિવાય તેની ગેંગને જેલની બહારથી ઓપરેટ કરનાર સચીન બિશ્નોઈ પણ સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ હતો.

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી પંજાબની જેલમાં ગેંગવોરનું જોખમ વધી ગયું છે. ગેંગસ્ટર ગ્રુપ એક બીજાને ધમકી આપી રહ્યા છે. આ જોઈને સરકારે IPS હરપ્રીત સિદ્ધુને જેલને ADGPનો ચાર્જ સોંપી દીધો છે. તે અત્યાર સુધી બનેલી ડ્રગ્સ વિરોધી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)નો ADGPનો ચાર્જ સંભાળતા હતા. મુસેવાલાની 29 મે સાંજે 5 વાગે માનસાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ ગેંગના ગોલ્ડી બરાડે લીધી છે.

સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી ગેંગસ્ટર સોશિયલ મીડિયા પર એકબીજાને ધમકાવી રહ્યા છે. મુસેવાલાની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સની ગેંગે લીધા પછી દવિદર બંબીહા અને ગેંગસ્ટર વિક્કી ગૌંડર ગેંગે બદલો લેવાની ધમકી આપી છે. મૂસેવાલા હત્યાકાંડનો બદલો લેવા માટે હરિયાણા અને દિલ્હીની ગેંગસ્ટર ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. ગેંગસ્ટર નીરજ બવાના, ભૂપ્પી રાણા, કૌશલ ચૌધરીએ પણ મૂસેવાલાની મોતનો બદલો લેવાની ધમકી આપી છે. તેઓ હવે લોરેન્સ ગેંગને ટાર્ગેટ કરશે.

error: