પુણેમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કચરો ઉપાડવા ગયેલા ત્રણ લોકો પર હોટલના કર્મચારીએ ઊકળતું પાણી ફેંક્યું હતું, જેમાં ગંભીર રીતે દાઝી જવાથી બે લોકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી લીધી છે અને હોટલને સીલ કરવાની તૈયારી કરી લીધી છે.
આ હૃદયદ્રાવક ઘટના ગયા અઠવાડિયે બની હતી, પરંતુ મંગળવારે પીડિતાના મૃત્યુ પછી આ કેસમાં એક નવો વળાંક આવ્યો. આ ઘટના 25 મેના રોજ પુણેના સાસવડ વિસ્તારમાં બની હતી. હોટલ સંચાલક નિલેશ ઉર્ફે પપ્પુ જગતાપ સામે ગુનો દાખલ કરવા માગ કરી હતી. લોકોનો આરોપ છે કે સ્થાનિક ધારાસભ્યના દબાણમાં પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી નથી. હોટલ સંચાલક અત્યારે ભાગી છૂટ્યો છે.
મળતી માહિતી પ્રમાણે એક વૃદ્ધ મહિલા કચરો ઉપાડતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઘટના પછીનો છે. વૃદ્ધ મહિલાની ઓળખ શ્વેતાબાઈ તરીકે થઈ છે. તેણે મરાઠી ભાષામાં પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરી રહી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું. આ વીડિયોના આધારે સાસવડ પોલીસે હોટલના કર્મચારી સામે ગુનો નોંધી મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી.
આ ઘટના પોલીસ સ્ટેશનથી થોડે દૂર બની હતી, આ ઘટના સાસવડ પોલીસ સ્ટેશનથી થોડે દૂર બની હતી .આ જ કારણે પોલીસ પર મામલો છુપાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર કદમે જણાવ્યું હતું કે પપ્પુ જગતાપની હોટલ પાસે અહિલ્યા દેવી માર્કેટમાં ત્રણ વ્યક્તિ કચરો એકત્ર કરવા બેસતા હતા. જેનાથી ગુસ્સે થઈને પહેલા ત્રણેયને લાકડીથી માર્યા અને પછી તેના એક કર્મચારીને તેમના પર ઉકળતું પાણી ફેંકવાનું કહ્યું. ખરાબ રીતે દાઝી ગયા બાદ આરોપી ત્રણેયને મરવા માટે છોડીને જતો રહ્યો હતો. જેમાંથી બેના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.