મોંઘવારીથી ત્રસ્ત જનતા પર સરકારનો વધુ એક માર, હવે ફક્ત આ લોકોને જ આપવામાં આવશે સબસિડી
ઓઈલ સેક્રેટરી પંકજ જૈને LPG સબસિડી અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, માત્ર મર્યાદિત લાભાર્થીઓને LPG સબસિડી આપવામાં આવશે તથા વપરાશકર્તાઓને બજાર કિંમતે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. જૂન 2020 થી રાંધણગેસ પર કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવતી નથી.
મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકો માટે ખરાબ સમાચાર છે. એલપીજી (LPG) સિલિન્ડર પર રાહતની આશા રાખતા લોકો આ સમાચારથી નિરાશ થવાના છે. સરકારે ખૂબ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડર પર કોઈ પણ પ્રકારની સબસિડી મળશે નહીં. અન્ય તમામ કેટેગરીના ગ્રાહકોએ સબસિડી વગરના દરે જ એલપીજી સિલિન્ડર ખરીદવાના રહેશે.
ઓઈલ સેક્રેટરી પંકજ જૈને LPG સબસિડી અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, માત્ર મર્યાદિત લાભાર્થીઓને LPG સબસિડી આપવામાં આવશે તથા વપરાશકર્તાઓને બજાર કિંમતે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. જૂન 2020 થી રાંધણગેસ પર કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવતી નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે માર્ચમાં ઘોષણા કરી હતી માત્ર તે જ સબસિડી આપવામાં આવે છે.
માત્ર નવ કરોડ ગરીબ મહિલાઓ તથા અન્ય લાભાર્થીઓને રાંધણગેસ પર LPG સબસિડી આપવામાં આવશે. પ્રધાનમંત્રી ઊજ્જવલા યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. કોરોનાકાળમાં શરૂઆતના દિવસોમાં LPG વપરાશકર્તાઓને કોઈ સબસિડી આપવામાં આવતી નહોતી. માત્ર ઊજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ સબસિડી આપવામાં આવતી હતી.
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી ઊજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને 12 સિલિન્ડર સુધી પ્રતિ ગેસ સિલિન્ડર પર રૂ.200 સબસિડી આપવામાં આવશે. જેનાથી માતા અને બહેનોને મદદ મળશે. આ કારણોસર વાર્ષિક રૂ.6,100 કરોડ રેવન્યૂ પર અસર થશે.’
પ્રધાનમંત્રી ઊજ્જવલા યોજના: આ યોજના મે 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને રાંધણગેસ પૂરો પાડવાનો હતો. આ પરિવાર લાકડા, કોલસો અને છાણાથી ચૂલો સળગાવીને તેના પર રસોઈ કરતા હતા. જેના કારણે મહિલાઓના આરોગ્યની સાથે સાથે પર્યાવરણ પર પણ હાનિકારક અસર થઈ રહી હતી.
PMUY ની વેબસાઈટ અનુસાર આ યોજના હેઠળ 9.17 કરોડથી વધુ LPG કનેક્શન જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં કુલ 30.5 કરોડથી વધુ LPG કનેક્શન લેવામાં આવ્યા છે.
અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવાર, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પછાત વર્ગ, અંત્યોદય અન્ન યોજના (AAY), દ્વીપ અને નદી દ્વીપમાં રહેનાર SECC પરિવાર (AHL TIN), ગરીબ પરિવાર આ યોજનાનો લાભ મેળવી શકે છે. અરજીકર્તાની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. એક ઘરમાં અન્ય LPG કનેક્શન ના હોવું જોઈએ.
સબસિડીની ઘોષણા પહેલા ઊજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત તમામ LPG વપરાશકર્તાઓએ જૂન 2020 માં સબસિડી બંધ થયા બાદ બજાર કિંમત પર LPG સિલિન્ડર લીધા હતા. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમત રૂ.1,003 છે. સરકારના નિર્ણય બાદ પ્રતિ સિલિન્ડર પર રૂ.200 સબસિડી સીધી બેન્ક ખાતામાં જમા થઈ જશે. જેથી સિલિન્ડરની 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમત રૂ.803 રહેશે.