દક્ષિણ-પુર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં શનિવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો, જેમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા હતા અને 450થી વધું લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ‘ઢાકા ટ્રિબ્યુન’ અનુસાર, ચટ્ટગામના સીતાકુંડ જિલ્લામાં કદમરાસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડેપોમાં શનિવારે રાત્રે આગ લાગી હતી.
ડેપોમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા હતા. જ્યારે પોલીસ અને ફાયર ફાઇટર સહિત સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 CMCH (ચટ્ટગાંમ મેડિકલ કોલેજ હોસ્પિટલ)માં સારવાર હેઠળ છે.
ચટ્ટગામમાં આરોગ્ય અને સેવા વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે અન્ય હોસ્પિટલોમાં મૃત્યુ પામેલ લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી.