Satya Tv News

રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ આવી એક્શનમાં, વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે મોડી રાત્ર સુધી રથયાત્રાના રૂટ પર કર્યુ ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાને લઇને તૈયારીઓનો ધમધમાટ

અમદાવાદ પોલીસે સુરક્ષા-બંદોબસ્તના ભાગરૂપે સજ્જ

રથયાત્રાના રૂટ પર કરવામાં આવ્યુ ફૂટપેટ્રોલિંગ

કોરોના મહામારીને કારણે એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી જ્યારે અન્ય એક વર્ષમાં રથયાત્રા નીકળી હતી પરંતુ ભક્તો વિના.પરંતુ આ વર્ષે ભક્તોના ઘોડાપૂર સાથે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. જેને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આ તરફ તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે આ વર્ષે 1 જુલાઇના રોજ અષાઢી બીજ છે.

ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે. અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇને પોલીસે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડજી મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું. મોસાળથી પરત નિજ મંદિર સુધી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.

રથયાત્રાના રૂટ પરની સલામતીના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાન અથવા છત હોય તો તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસ આપવામાં આવી છે. મધ્યઝોનમાં 283 જર્જરિત મકાનો જ્યારે ઉત્તર ઝોનમાં 142 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે.

કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં નીકળી ન હતી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થઇ ગયો છે. રથયાત્રાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઇ ગયો છે. ત્યારે રથયાત્રાને લઇને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ હતી.. આ બેઠકમાં પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર તથા ટ્રાફિક જેસીપી પણ હાજર રહ્યાં હતાં.

error: