પ્રથમ ક્રમે પટેલ મિસ્બાહ ૮૬.૧૪ %, દ્વિતીય ક્રમે અજીમાં ઈકશાન ૮૫.૭૧ % અને તૃતીય ક્રમે મહંમદઝૈદ પટેલ ૮૪.૭૧% જ્વલંત સફળતા મેળવી
સરપંચ ઝફર ગડીમલે સિદ્ધિ મેળવનાર અને પાસ થનાર છાત્રો ને અભિનંદન પાઠવ્યા હતા.
આમોદ ના કોલવણા ગામની ધી સાર્વજનિક હાઈસ્કૂલ (ઉ.બુ.) સામાન્ય પ્રવાહ નું ૧૦૦% પરિણામ આવતા શાળા પરિવાર અને ગામમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.પ્રથમ ક્રમે પટેલ મિસ્બાહ ૮૬.૧૪ %, દ્વિતીય ક્રમે અજીમાં ઈકશાન ૮૫.૭૧ % અને તૃતીય ક્રમે મહંમદઝૈદ પટેલ ૮૪.૭૧% જ્વલંત સફળતા મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતુ.પ્રથમ ક્રમે આવેલ મિસ્બાહ ના પિતા નું કોરોના કાળ માં અવસાન થતા તેણી થોડોક સમય તૂટી ગઈ હતી.પરંતુ જીવન માં કઇ કરવાની ખેવના એ મિસ્બાહ હિંમત માં વધારો કર્યો હતો.તેણી સી.એ. બનવા તરફ પોતાનું લક્ષ રાખીને બેઠી છે.જ્યારે અન્ય બે ધરતી પુત્રો ના બેવ દીકરા દીકરી અજીમાં અને મહંમદઝૈદ પણ સી.એ. માં કારકિર્દી બનાવવા માંગે છે.
કોલવણા હાઈસ્કૂલ નું SSC નું ૫૬ % પરિણામ આવ્યુ છે.જેમાં બેલદાર હિતેશકુમાર ૮૪.૧૭ % સાથે પ્રથમ,મતાદાર ફાતિમાં ૮૩ % મેળવી દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો.જ્યારે ત્રીજા ક્રમે માંજરા આફીયા એ ૮૨ % પ્રાપ્ત કર્યા હતા.ત્રણેવ વિદ્યાર્થીઓએ સાયન્સ પ્રવાહ માં અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.તમામ વિદ્યાર્થી ઓને શાળા પરિવાર,ટ્રસ્ટીઓએ ,અને સરપંચ ઝફર ગડીમલે સિદ્ધિ મેળવનાર અને પાસ થનાર છાત્રો ને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ના ઉચ્ચ શિખરો સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.ઉચ્ચ અભ્યાસ માં આગળ વધે અને શાળા નું અને ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી
જર્નાલિસ્ટ જફર ગડીમલ સત્યા ટીવી વાગરા