GCERT,ગાંધીનગર અને GIET, અમદાવાદના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય સ્થાપના દિવસ 1 લી મે 2022 થી લઈને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2022 સુધી તમામ બાળકો માટે ઓનલાઈન માધ્યમથી ગ્રીષ્મોત્સવ 2022નું આયોજન કરવામાં આવેલ હતું જેના સમાપન કાર્યક્રમમાં GIET દ્વારા આયોજિત ઓનલાઈન ચિત્રકલા મહોત્સવ 2021 નાં વિજેતા બાળકો, ગ્રીષ્મોત્સવ 2022માં વિવિધ સ્પર્ધાઓ/કૃતિમાં વિજેતા બનેલ બાળકોનું સન્માન, વિવિધ જિલ્લામાં તાલુકા દીઠ GIET સાથે ખભે ખભે મિલાવી કાર્ય કરનારા વિધાવાહકોનું સન્માન, NMMS પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાથી લઈને તેના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થાય ત્યાં સુધી સક્રિય કાર્ય કરનારા રાજય પરીક્ષા બોર્ડના નોડલ અધિકારીઓ તેમજ GIET કોર ટીમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે યોજાયો
. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના GIETના 11 વિધાવાહકો જેમાં હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના શિક્ષક સોલંકી નિલેશકુમાર ડાહ્યાભાઈ, આમોદ તાલુકાની પ્રાથમિક શાળા આછોદ કન્યાના શિક્ષક પટેલ ઈમરાન આઈ., ભરૂચ તાલુકાની કતોપોર બજાર મિશ્ર શાળા – 18 શિક્ષક ભટ્ટ પ્રણવકુમાર બાલકૃષ્ણ, જંબુસર તાલુકાની પ્રાથમિક શાળા કાવાના શિક્ષક ગાંધી આશિષકુમાર પ્રવિણચંદ્ર, ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા મોરતલાવના શિક્ષક પટેલ નિરવકુમાર દેવજીભાઈ, નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા ખરેઠાના શિક્ષક વસાવા સુનિલભાઈ, વાગરા તાલુકાની પ્રાથમિક શાળા અરગામાના શિક્ષક ઠાકોર સોકતઅલી, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સલાટ ભરતભાઈ, વાલિયા તાલુકાની પ્રાથમિક શાળા દેસાડના શિક્ષક યશપાલસિંહ દિલીપસિંહ ગોહિલ, અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણના શિક્ષક રાજુભાઈ ગોમાનભાઈ પ્રજાપતિ, ભરૂચ તાલુકાની પ્રાથમિક શાળા ચાવજના શિક્ષક એહસાન હૈદર દેધરોટિયા પરીક્ષા બોર્ડના નોડલ અધિકારીઓ 2 તથા સમગ્ર ભારતમાં નેશનલ કક્ષાએ તબલા વાદનમાં પ્રથમ આવેલ એવા એમિટી હાઈસ્કૂલ ભરૂચના વિધાર્થી વશિષ્ઠ દેવેશ દવેનું પણ માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું. આ તમામ મિત્રોએ ભરૂચ જિલ્લા માટે ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી છે જે જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના કાર્યાનુભવ શાખાના વ્યાખ્યાતા ડૉ. જતીન એચ.મોદી હાજર રહ્યા હતા.ભરૂચ ડાયટ પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ,તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે અભિનંદન પાઠવ્યા હતા.