Satya Tv News

દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં જોવા નથી મળ્યાં
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. હવે આ શો દયાભાભીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિરિયલનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી હતી.

સિરિયલના પ્રોમોમાં દયાભાભીની એક ઝલક જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે દયાભાભી ચાલતાં આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત જ સુંદર (મયૂર વાકાણી)નો અવાજ આવે છે કે બહેન જરૂરથી આવશે. બીજા સીનમાં જેઠાલાલ (દિલીપ જોષી) તથા સુંદર ફોન પર વાત કરે છે. સુંદર કહે છે કે તે જાતે બહેનને લઈને મુંબઈ આવશે. આ વાત સાંભળીને જેઠાલાલ પૂછે છે કે તે મજાક નથી કરતો ને? આ સવાલના જવાબમાં સુંદર કહે છે તે સાચું બોલે છે અને પરમ દિવસે બહેન મુંબઈ આવશે એ પાક્કું છે. આ વચન છે. સુંદરની વાત સાંભળીને જેઠાલાલ ખુશ થઈ જાય છે.

દયાભાભીના પાત્રમાં દિશા વાકાણી હશે કે નહીં એ અંગે સસ્પેન્સ છે, કારણ કે દિશા વાકાણીએ થોડા સમય પહેલાં જ દીકરાને જન્મ આપ્યો છે. માનવામાં આવે છે કે અસિત મોદીએ દયાભાભીના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. આ નવી એક્ટ્રેસ દિશા વાકાણીને ટક્કર આપે છે કે નહીં એ આગામી એપિસોડમાં ખબર પડી જશે.

મીડિયા ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.

દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.

દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

error: