Satya Tv News

કાનૂની લડાઈ પૈસા નહીં આત્મ ગૌરવ માટે હતી : જ્હોની ડેપ

આટલી જંગી રકમનું વળતર ચુકવવાની પોતાની તાકાત નહીં હોવાનું અંબરે કહ્યું હતું

હોલીવુડ સ્ટાર જ્હોની ડેપ ભૂતપૂર્વ પત્ની અંબર હર્ડ સામે બદનક્ષીનો કેસ તો જીતી ચુક્યો છે પરંતુ કોર્ટના ચુકાદા અનુસાર તેની પાસેથી ૮૦ કરોડનું વળતર મેળવવાનું કદાચ જતું કરશે .જ્હોની ડેપના વકીલે અમેરિકી મીડિયાને જણાવ્યું છે કે આ લડાઈ આત્મગોરવ માટે હતી, પૈસા માટે નહીં.

જ્હોની ડેપના ધારાશાસ્ત્રી બેન્જામિન ચ્યૂએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર જ્હોની કદાચ અંબરને આ સમગ્ર રકમ ચુકવવાની ફરજ નહીં પાડે. ચ્યૂએ એ કહ્યું હતું કે જ્હોનીએ પોતાનાં આત્મસન્માનને ઠેસ પહોંચી હોવાથી આ દાવો માંડયો હતો. તેણે પોતાનું ગુમાવેલું ગૌરવ પાછું મેળવ્યું છે એટલું બસ છે. પૈસાની આ દાવો માંડવાનો હેતુ નાણાંકીય વળતર મેળવવાનો હતો જ નહીં.

જ્હોની ડેપ અને અંબર હર્ડનોં મેરેજ ૨૦૧૫માં થયાં હતાં. જોકે, ૨૦૧૬માં તેમણે ડાઈવોર્સ લઈ લીધા હતા. હર્ડે બે વર્ષ બાદ એક લેખમાં આરોપ મુક્યો હતો કે જ્હોનીએ તેની સાથે શારીરિક મારઝૂડ કરી છે. આ આક્ષેપો સંદર્ભમાં જ્હોની ડેપે અંબર સામે બદનક્ષીનો દાવો માંડયો હતો. વર્જિનિયાની એક અદાલતે તાજેતરમાં જ્હોની ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને અંબર હર્ડને ભૂતપૂર્વ પતિની બદનક્ષી કરવા બદલ વળતર પેટે ૧૦.૩૫ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૮૦ કરોડ રુપિયા ચુકવવા હુકમ કર્યો હતો.

તે વખતે જ અંબર હર્ડે કહ્યું હતું કે આટલી મોટી રકમ ચુકવવાની તેની કોઈ ક્ષમતા જ નથી.

error: