Satya Tv News

ભાજપ નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઝારખંડની રાજધાની રાંચીમાં 10 જૂનના રોજ થયેલી હિંસામાં એક નવો ઘટસ્ફોટ થયો છે.4 જૂનથી રમખાણની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યુપીના સહારનપુરથી 12 લોકોની ટીમ 4 અને 7 જૂને રાંચી પહોંચી હતી.

આ લોકો મુખ્ય માર્ગ પર આવેલી હોટેલ-લોજમાં રોકાયા હતા. ત્રણ ટીમો હતી. એક ટીમ ખૂંટી પણ ગઈ હતી. તેમણે જ ઈલાહી નગર, હિંદપીઢી અને ગુડ્ડીમાં બેઠક કરીને, સરઘસ કાઢવા અને હિંસક વિરોધ કરવા લોકોને ઉશ્કેર્યા હતા.10 જૂને શહેરના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન અને હિંસા થઈ હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ છે. અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. અફવાઓને રોકવા માટે ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું હતું.રાંચી શહેરના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. લગભગ 60 કલાક પછી, ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.યુવાનોને હિંસા ફેલાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા

જ્યારે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો તો ટીમે 16 થી 24 વર્ષના યુવાનોને જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. તેઓને ઉશ્કેરવામાં આવ્યા હતા અને હિંસા ફેલાવવા માટે તૈયાર કર્યા હતા. હિંસા પાછળ JMM કાર્યકર અને પાણીના વેપારીનું નામ સામે આવી રહ્યું છે. પોલીસે કાર્યકરોની પૂછપરછ પણ કરી છે.

કોમના નામે ઉશ્કેરવામાં આવ્યા – 4 અને 7 જૂને 12 લોકો સહારનપુરથી રાંચી પહોંચ્યા હતા. વિવિધ સ્થળોએ બેઠકો કરીને લોકોને ઉશ્કેર્યા હતા. કહ્યું- યુપીમાં સમુદાયને પરેશાન કરવામાં આવી રહ્યો છે. આપણે આપણી તાકાત બતાવવી પડશે. દેશભરમાં નમાઝ બાદ દેખાવો થશે. અહીં પણ પુરી તાકાતથી વિરોધ કરવાનો છે. તમામ મસ્જિદોમાંથી સરઘસ કાઢવામાં આવે.

સોશિયલ મીડિયા પર ફેલાવ્યો મેસેજ – સમજદાર લોકો તૈયાર ન થયા તો કેટલાક સ્થાનિક લોકોની મદદથી યુવકોને ફસાવ્યા હતા. તેઓને શક્ય તેટલા વધું લોકોને જોડવાની જવાબદારી આપી હતી. પછી સોશિયલ મીડિયા પર મેસેજ ફેલાવ્યો કે શુક્રવારની નમાજ પછી ડોરન્ડા રિસાલદાર બાબા મેદાન, રાજેન્દ્ર ચોક, રતન ટોકીઝ અને છોટા તાલાબ પાસે ભેગા થાઓ. નુપુર શર્માના પૂતળાનું દહન કરવામાં આવશે. કાળો બેજ લગાવીને આવો.

દુકાનો બંધ કરી, ઈંટો અને પથ્થરો ભેગા કર્યા – ગુરુવારે જ યુપીની ટીમ અને કેટલાક સ્થાનિક લોકોએ દુકાનદારોને દુકાનો બંધ રાખવા કહ્યું હતુ. જેથી કરીને વધુ લોકો પ્રદર્શનમાં ભાગ લઈ શકે અને તેમની દુકાનોને નુકસાન ન થાય. ઈંટો અને પથ્થરો ભેગા કરવામાં આવ્યા હતા. ઈંટો અને પથ્થરો તોડીને ઘણી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. જેથી ઇંટોના નાના ટુકડા દૂર ફેંકી શકાય.

શાંતિ જાળવવા માગતા લોકોની વાત ન સાંભળી – મુસ્લિમ સમાજના લોકો વિરોધની તૈયારીઓથી વાકેફ હતા. એદાર-એ-શરિયત અને ઈમારતદ-એ શરિયાએ આહ્વાન કહ્યું કે નમાજ પછી કોઈ સરઘસ નહીં નીકળે. ત્યાં કોઈ પ્રદર્શન નહીં થાય. તેથી નમાઝ અદા કર્યા પછી ઘરે જાઓ. પરંતુ વ્હોટ્સ-એપ ગ્રુપ પર મેસેજ ફેલાવાયો કે આપણે પ્રદર્શન કરવાનું છે. નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો પરવાનગી વગર ફરીયાલાલ ચોક તરફ જવા લાગ્યા હતા. પોલીસે અટકાવતાં ટોળું ઉગ્ર બની ગયું હતું.

મુખ્યમંત્રી હેમંત સોરેને રમખાણો અને હિંસક ઘટનાઓની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી અમિતાભ કૈશલની અધ્યક્ષતાવાળી કમિટીમાં ADG ઓપરેશન સંજય આનંદ લાટકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ તરફથી એક સપ્તાહની અંદર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

રાજ્યપાલ રમેશ બૈસે શનિવારે એડીજી ઓપરેશન સંજય આનંદ લટકરને બોલાવ્યા હતા. લગભગ અડધો કલાક બંધ બારણે વાતચીત કરી હતી. તેમની પાસેથી કાયદો અને વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી. રાજ્યપાલે કહ્યું કે કોઈ ભૂલ ન થવી જોઈએ. કોઈપણ રીતે કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં આવે.

પોલીસે શનિવારે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીઆઈજી અનીશ ગુપ્તા, એસએસપી સુરેન્દ્ર કુમાર ઝા અને સિટી એસપી વગેરેએ સવારથી જ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તોફાનીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શકાસ્પદોની પૂછપરછ કરી. શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે.

રાંચીમાં વિરોધ કરી રહેલા લોકોએ રસ્તાઓ પર આગ લગાવી દીધી. હિંસા કેસમાં 500 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શનિવારે સાંજે, હિંદપીઢી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરના નિવેદન પર નામાંકિત ચાર સહિત 500 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની પર પરવાનગી વિના સરઘસ કાઢવા, ભીડ એકઠી કરવા અને તોડફોડ કરવા ઉશ્કેરવાનો આરોપ છે.

બંગાળ – મુર્શિદાબાદમાં ઈન્ટરનેટ બંધ – પયગંબર મુહમ્મદ પર ભાજપના નેતાની ટિપ્પણીના વિરોધમાં બંગાળમાં શનિવારે પણ હિંસા થઈ હતી. પંચાલા બજારમાં દેખાવકારો સાથે પોલીસ અથડામણ થઈ હતી. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓને ખદેડવા માટે પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા હતા. નવા હાવડા પોલીસ કમિશનર અને એસપીની બદલી કરાઈ હતી. હાવડા બાદ મુર્શિદાબાદમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતુ.

યુપી – તોફાનીઓ પર લગાવવામાં આવશે રાસુકા – શનિવાર સુધી યુપીમાં રમખાણોના સંદર્ભમાં લગભગ 250 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહીવટી તંત્રએ કાનપુરથી બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રયાગરાજમાં પાંચ હજાર અજાણ્યા તોફાનીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. વહીવટીતંત્ર તોફાનીઓ સામે રાસુકાની કાર્યવાહીની ચેતવણી આપી છે. માસ્ટરમાઇન્ડ જાવેદની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર- દિલ્હી- FIR નોંધાઈ- જમ્મુ ક્ષેત્રની ચેનાબ ઘાટીનાં કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં 100 થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં જામા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

error: