ડેડીયાપાડા દેવનદીના કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ
બાળકી તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ જારી
હજુ સુધી બાળકીનો કોઈ પતો નથી
ડેડીયાપાડાના કણજી ગામ પાસે તારીખ 11/6/2022ના સાંજે 8 કલાકની આસપાસ દેવનદીના કોઝવે પર આવેલ ભારે પાણીમાં વાંદરી ગામની એક 8 વર્ષની બાળકી તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ જારી છે, હજુ સુધી બાળકીનો કોઈ પતો નથી.
પાપ્ત માહિતી અનુસાર તારીખ 11/6/2022 ડેડીયાપાડા ના પૂર્વ પટ્ટીના અંતરિયાળ વિસ્તારોમાં મુસળધાર વરસાદ વરસતા વાંદરી ગામના વસાવા જીગ્નેશ મીરા ની પુત્રી મમતાબેન ઉમર વર્ષ 8 તથા પત્ની શીલાબેન સાથે વાંદરી ગામે પરત જઈ રહ્યા હતા,તે દરમિયાન દેવનદીના કોઝવે નાળા પરથી પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદ થી નદીમાં અચાનક વધારે પાણીનો પ્રવાહ આવતા તેમની પુત્રી મમતા વસાવા ઉમર વર્ષ 8 નદી પ્રવાહમાં તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પતો લાગેલ નથી.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા