ભરૂચમાં ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇ
આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારી ધારકોને દંડની વસુલાત
ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી
ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ દ્વારા જિલ્લાના લોકોને પડતી ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇ છે.જેમાં ટ્રાફિકને અડચણ રૂપ આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારી ધારકો પાસેથી દંડની વસુલાત કરાશે
ભરૂચ જીલ્લામાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે.જેના કારણે પ્રજાજનોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી અને લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા એસપી ડો.લીના પાટીલએ જિલ્લાના દરેક અધિકારીને સૂચનાઓ આપી હતી.એસપી તરફથી મળેલી સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ દ્વારા જિલ્લામાં એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક સ્કોડ પીઆઈ એમ.વી.તડવી તથા પીએસઆઈ એલ.એ.પરમાર તથા સ્ટાફના માણસોએ શહેર અને જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા ફરીને વાહન ચેકિંગ અને દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. શહેર ટ્રાફીક સ્કોર્ડના પીઆઇ એમ.વી.તડવી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે,શહેરના પાંચબત્તી થી સ્ટેશન સર્કલ,કસકથી ઝાડેશ્વર ચોકડી,શ્રવણથી શક્તિનાથ અને બાયપાસથી મહોમદપુરા,નર્મદા ચોકડી, એબીસી સર્કલ સહીત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસના જવાનો સાથે હજાર રહીને ચુસ્તપણે સૂચનાઓનું પાલન કરીને એક અઠવાડિયાથી કડક ટ્રાફિક ડ્રાઈવની કામગીરી કરાઈ રહી છે.જેમાં અમારી ટીમે આડેધડ વાહનો પર્કિંગ કરતા ઈસમો અને રોડ પર લારીઓ મૂકી દેતા લારી ધારકોને પ્રથમ ટ્રાફિકને અડચણરૂપ વાહનો અને લારીઓ નહિ મુકવા અંગે સમજાવી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજણ આપી હતી.ત્યાર બાદ પણ ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં હેલ્મેટ વગર, સીટ બેલ્ટ નહીં પહેનારા અને કાળા ગ્લાસ વાળી ગાડીઓના ચાલકો પાસેથી દંડની વસુલાત કરી છે. વધુમાં જ્યારે પણ બહાર નીકળો ત્યારે પોતાના વાહનો અન્ય વાહન ચાલકોને અગવડ ન પડે તે રીતે પાર્ક કરીને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન કરીને પોલીસને સહકાર આપવાની પણ અપીલ કરી હતી
વિડિઓ જર્નાલિસ્ટ રોહિત ગોહિલ સાથે સત્યા ટીવી ભરૂચ