Satya Tv News

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની સ્પેક્ટ્રમની હરાજી માટે દૂરસંચાર વિભાગના એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેના માધ્યમથી સફળ બોલીદાતાઓને જનતા અને ઉદ્યમોને 5 જી સેવાઓ આપવા માટે સ્પેક્ટ્રમ સોંપવામાં આવશે. જાણકારી આનુસાર 20 વર્ષના માન્યતા ગાળાની સાથે કુલ 72097.85 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી જૂલાઈ 2022ના અંત સુધીમાં કરવામાં આવશે. સફળ બોલીદાતા 20 સમાન માસિક હપ્તામાં 5જી સ્પેક્ટ્રમ માટે ચુકવણી કરી શકશે.

હરાજી નિમ્ન, મિડ અને હાઈ ફ્રીક્વેન્સી બેંડમાં થશે, નિમ્નમાં 600 મેગાહર્ટ્ઝ, 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝમાં હશે. 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ હશે. મિડમાં 3300 મેગાહર્ટ્ઝ અને હાઈ 26 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વેંસી બેંડ છે. આ હરાજીમાં દેશની ત્રણ મુખ્ય દૂરસંચાર સેવા આપની કંપનીઓ વોડાફોન આઈડીયા, ભારતીય એરટેલ લિમિટેડ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની જિયો ભાગ લેશે તેવી શક્યતાઓ છે. 

મંત્રીપરિષદે વિકાસ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ખાનગી કેપ્ટિવ નેટવર્ક સ્થાપિત કરવા માટે નિર્ણય લીધો છે. સરાકરે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ શરૂ થનારી 5જી સેવાઓ, 4 જી સેવાઓ અંતર્ગત હાલની રજૂઆતની સરખામણીમાં લગભગ 10 ગણી વધારે સ્પિડ હશે. સત્તાવાર નિવેદન અનુસાર, સ્પેક્ટ્રમ સમગ્ર 5 જી ઈકો-સિસ્ટમનો એક અભિન્ન અને આવશ્યક ભાગ છે. 5 જી સેવાઓમાં નવા યુગના વ્યવસાય બનાવવા, ઉદ્યોગો માટે વધારે રેવન્યૂ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. એવી આશા છે કે, દૂરસંચાર સેવા આપનારી 5 જી ટેકનોલોજી, આધારિત સેવાઓને રોલ આઉટ કરવા માટે મિડ અને હાઈ બેંડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરશે. જે હાલમાં 4જી સેવાઓની સરખામણીમાં લગભગ 10 ગણુ વધારે હશે. 

error: