કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થયો છે. બિહારમાંથી નીકળેલી ચિંગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતના અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. દુઃખદ વાત એ છે કે હરિયાણાના રોહતકમાં આ યોજનાના વિરોધમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ પલવલમાં હોબાળો કરી રહેલ વિદ્યાર્થીઓએ પોલીસની ત્રણ ગાડીને સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ચૂંટણી અભિયાન માટે જઈ રહેલી મોદીની રેલીમાં વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા યુવાઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ અભિયાનની વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા.
એક યુવકે આજે રોહતકની પીજી હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. યુવકનું નામ સચિન હતું. તે જીંદ જિલ્લાના લિજવાન ગામનો રહેવાસી છે. તે સેનાની ભરતીની નવી પોલીસી અગ્નિપથથી હેરાન હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે સેનાની ભરતી કેન્સલ થવાથી અને ચાર વર્ષની અગ્નિપથ યોજના આવવાથી નારાજ થઈને સચિને આ પગલુ ભર્યું છે.